બોલીવુડના પાવર કપલ અને કરોડો દિલોની ધડકન બની ગયેલા રણવીર સિંહ-દીપિકા પાદુકોણ હાલમાં જ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. અહીં અલમોડામાં, બંનેએ તેમના લગ્નની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી. આ દરમિયાન બંનેએ અલમોડાના જંગલોમાં ખૂબ એન્જોય કર્યું. રણવીર અને દીપિકાએ આ વર્ષે તેમની ત્રીજી એનિવર્સરી ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કરી છે. લગ્નની ત્રીજી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે, બંને દેવદાર ઓકના ઝાડથી ઘેરાયેલા અલ્મોડામાં બિન્સર ગયા. જ્યાં તેમણે જંગલોની વચ્ચે બનેલા રિસોર્ટમાં ખૂબ એન્જોય કર્યું હતું.
તમને જણાવી દઈએ કે દીપિકા-રણવીર અહીં લગભગ ત્રણ દિવસ રોકાયા અને પછી રોડ માર્ગે ડીનાપાની હેલિપેડ પહોંચ્યા. શનિવારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈથી સીધા હેલિકોપ્ટર દ્વારા ડીનાપાની ખાતેના હેલિપેડ પર ઉતર્યા હતા. હેલિપેડ લેન્ડ કરવાની પરવાનગી જિલ્લા વહીવટી તંત્ર પાસેથી લેવામાં આવી હતી. અહીંથી બંને કારમાં સીધા બિનસરના મેરી બટન રિસોર્ટ પહોંચ્યા.
કહેવામાં આવી રહ્યું છે કે રણવીર અને દીપિકા કુટીરમાંથી ભાગ્યે જ બહાર આવતા હોય છે. જોકે, રિસોર્ટના સ્ટાફે જણાવ્યું હતું કે તેઓએ એનિવર્સરીની ઉજવણી માટે કોઈ કેક કે અન્ય વસ્તુઓનો ઓર્ડર આપ્યો ન હતો. વર્કફ્રન્ટમાંથી બ્રેક લઈને રણવીર-દીપિકા ઉત્તરાખંડ પહોંચી ગયા હતા અને બંનેએ ખૂબ જ સિમ્પલ સ્ટાઈલમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. કપલે ઇન્સ્ટાગ્રામ પર તેમની ખૂબસુરત તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરોમાં, કપલ સ્ટારડમ અને તમામ દેખાવથી દૂર સાદગીના પળો વિતાવતા જોવા મળે છે. રણવીર-દીપિકાની આ પોસ્ટ મિનિટોમાં જ વાયરલ થઈ ગઈ છે. ચાહકો તેની આ મોનોક્રોમ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તસવીરો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે આ કપલ જબરદસ્ત વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ સમય કાઢીને આરામની પળો વિતાવી રહ્યું છે. જણાવી દઇએ કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્નના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. બંનેએ 14 નવેમ્બર 2018ના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા.
ઇટાલીના લેક કોમોમાં આવેલા 700 વર્ષ જૂના વિલા ડેલ બાલ્બિયાનેલો ખાતે કોંકણી અને પછી સિંધી રીતિ-રિવાજો અનુસાર બંનેએ લગ્ન કર્યાં. રણવીર અને દીપિકા બંનેએ સાથે મળીને તેમની કમાણીનો મોટો ભાગ તેમના લગ્ન અને રિસેપ્શન પાર્ટીમાં ખર્ચ કર્યો હતો. તેમના લગ્ન બી-ટાઉનના સૌથી ભવ્ય લગ્નોમાંથી એક છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ઇટાલીના લેક કોમો જેવા સુંદર સ્થળ પર થયા હતા. જેમાં કેટલાક નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. આ પછી તેણે મુંબઈ અને બેંગ્લોરમાં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું. રણવીર અને દીપિકાએ પંજાબી અને કોંકણી બંને રીત રિવાજોથી લગ્ન કર્યા હતા.
દીપિકા અને રણવીર ફિલ્મ રામ લીલા પછી જ એકબીજાની નજીક આવ્યા હતા, પરંતુ સત્ય એ છે કે તેમની લવ સ્ટોરી ફિલ્મના શૂટિંગ પહેલા જ શરૂ થઈ ગઈ હતી. અગાઉ 2017માં પણ દીપિકા ઉત્તરાખંડ આવી હતી. તે અહીં આરામ કરવા આવી હતી. તે અહીં નરેન્દ્રનગરમાં થોડા દિવસ રોકાઇ હતી.