એક સમયે રેલવે સ્ટેશન પર ભીખ માંગીને અને ગીત ગાઈને પોતાનું પેટ ભરતી રાનુ મંડલને આજે આખો દેશ ઓળખવા લાગ્યો છે. એવામાં દરેક રોજ રાનુને લઈને ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે. હાલમાં જ રાનુએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ કર્યા હતા. રાનુએ હિમેશ રેશમિયા સાથે ગીત ગાવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સિવાય રાનુએ મુંબઈમાં પોતાનું ઘર બનાવવાની ઈચ્છા પણ જાહેર કરી હતી.

આ વાતચીતના દરમિયાન રાનુએ પોતાના જીવનના તે સફર વિશે જણાવ્યું જેનાથી લોકો અજાણ હતા. રાનુએ કહ્યું કે,”મારા જીવનની કહાની ખુબ જ લાંબી છે તેના પર ફિલ્મ પણ બની શકે તેમ છે અને ફિલ્મ ખુબ જ ખાસ હશે”. હું અમુક ગીત રેકોર્ડ કરી ચુકી છે એવામાં વારંવાર મારા ઘરેથી હવાઈ જહાજ દ્વારા મુંબઈ આવવું થોડું અઘરું છે, માટે હું મુંબઈમાં મારુ ઘર લેવા માંગુ છું અને હું મુંબઈમાં રહેવા માંગુ છું”.

આગળના દિવસોને યાદ કરતા રાનુ કહે છે કે, ”હું એક ફૂટપાથ પર જન્મી ન હતી. સારા પરિવારથી છું પણ માતા-પિતાથી છ વર્ષની ઉંમરમાં જ અલગ થઇ ગઈ હતી અને દાદીએ મોટી કરી હતી. અમારી પાસે ઘર હતું પણ તેને ચલાવવા માટે લોકોની જરૂર હોય છે. ઘણા દિવસો એકલતામાં વીત્યા હતા. મેં ખુબ જ સંઘર્ષ કર્યો પણ હંમેશાથી ભગવાન પર ભરોસો રહ્યો હતો. હું પરિસ્થિતિના આધારે ગીતો ગાતી હતી”.

રાનુએ કહ્યું કે,”એવું ન હતું કે મને ગીત ગાવાનો મૌકો આપવામાં આવ્યો હતો, પણ મને ગીતો સાથે પ્રેમ હતો જેને લીધે હું ગીતો ગાતી હતી. હું લતા મંગેશ્કરજીથી ગીતો શીખતી હતી. મેં તેના ગીતોને રેડિયો અને કેસેટ દ્વારા શીખ્યા હતા. લગ્ન પછી પશ્ચિમ બંગાળથી મુંબઈ શિફ્ટ થઇ ગયા. મારા પતિ ફિલ્મ અભિનેતા ફિરોજ ખાનના ઘરમાં એક રસોઈયા હતા તે સમયે તેનો દીકરો ફરદીન ખાન કોલેજમાં ભણતો હતો. તે લોકો અમારી સાથે ખુબ સારો વ્યવહાર કરતા હતા એકદમ પોતાના પરિવારના લોકોની જેમ જ”.

રાનુ કહે છે કે પિશ્ચમ બંગાળથી રાણાઘાટ રેલવે સ્ટેશનથી લઈને પહેલી ફિલ્મના ગીત રેકોર્ડિંગ માટેની તેની સફર સહેલી ન હતી. એક નાના એવા વીડિયોએ રાનુનું ભાગ્ય જ બદલાવી નાખ્યું અને દરેક કોઈ તેના મધુર અવાજના દીવાના બની ગયા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks