ફિલ્મી દુનિયા

સલમાન ખાને 55 લાખનું ઘર આપવાની વાયરલ ખબર પર રાનુ મંડલે તોડ્યું મૌન, જણાવી હકીકત

થોડા દિવસો પહેલા એવી ખબર વાયરલ થઇ હતી કે સલમાન ખાને રાનુને મુંબઈમાં 55 લાખનું ઘર ભેટમાં આપ્યું છે. આ વાતની ચર્ચા દરેક જગ્યા પર થઇ પણ આ વિશે સલમાન ખાને કે રાનુ મંડલે કોઈ ખુલાસો કર્યો ન હતો. જો કે હવે રાનુ મંડલે ચુપ્પી તોડીને સલમાન ખાને ઘર આપ્યાની વાયરલ ખબરની હકીકત બધાની સામે લાવી દીધી છે. રાનુએ આ ખૂણાઓ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે.

Image Source

રાનુ મંડલે કહ્યું કે – ‘જી નહિ, જો તેઓ મને ઘર આપતે તો બધાની સામે મને પેશ કરતે. તેઓ કહેતે કે હા મેં રાનુ મંડલજીને ઘર આપ્યું છે કે પછી મિત્રને ઘર આપ્યું છે. કહેવાનો અર્થ એ છે કે કઈંક તો બોલીને જાહેરાત કરતે ને! જ્યાં સુધી આવું નથી થતું, ત્યાં સુધી આવું વિચારવું ઠીક નથી.’

થોડા દિવસો પહેલા એવી ખબર વાયરલ થઇ હતી કે સલમાન ખાને રાનુ મંડલને એક આલીશાન ઘર આપ્યું છે જેની કિંમત 55 લાખ રૂપિયા છે. આટલું જ નહીં પણ સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ દબંદ 3માં પણ રાનુને ગાવાની તક આપી છે. જો કે રાનુના મેનેજર અતીન્દ્ર ચક્રવર્તીએ આ ખબરને કરી દીધી હતી.

અતીન્દ્ર ચક્રવર્તીએ જણાવ્યા હતું કે રાનુને સલમાન ખાને કોઈ જ ઓફર નથી આપી અને ઘર પણ નથી આપ્યું. તેમને જણાવ્યું કે ‘આ ખોટી ન્યુઝ વાયરલ થયા બાદ મારી પાસે ઘણા કોલ્સ આવ્યા હતા. રાનુ મંડલ માટે જે ઘર બનાવવામાં આવી રહ્યું છે એ રાણાઘાટ પ્રશાસન તરફથી આપવામાં આવ્યું છે. જે ચેનલે તેમને લાઈવ પરફોર્મન્સ આપવાની તક આપી એને સ્થાનિક પ્રશાસન સાથે મળીને તેમનું આધારકાર્ડ બનાવવામાં મદદ કરી છે.

 

View this post on Instagram

 

First song with Himesh Reshammiya Sir #terimerikahaani @realhimesh #himeshreshammiya #teamhimesh #terimerikahaani

A post shared by Ranu Mandal (@realranumandal) on

રાનુ મંડલ આજે એક એવી વ્યક્તિ બની ગઈ છે જેને આજે આખો દેશ ઓળખવા લાગ્યો છે. રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વિડીયો વાયરલ થતા જ તે રાતોરાત સ્ટાર બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાનુના જીવનમાં ઘણા બદલાવો આવ્યા છે. રાનુ મંડલને હિમેશ રેશમિયાએ એક સિંગિંગ શોમાં ગીત ગાવાની ઓફર આપી હતી. રાનુ મંડલે હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘ હેપી હાર્ડી એન્ડ હીર’માં રેશમિયા સાથે ગીત રેકોર્ડ કર્યું હતું. ત્યારબાદ રાનુ મંડલ અને હિમેશ રેશમિયાએ રાનુ મંડલ સાથે ‘આદત’ અને ‘આશિકી મેં તેરી’ ગીત પણ રેકૉર્ડ કર્યા છે.

મુંબઈના એક કાર્યક્રમ દરમિયાન ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાનુ મંડલ, હિમેશ રેશમિયા અને ‘હેપી હાર્ડી એન્ડ હીર’ ફિલ્મના બાકીના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાનુ મંડલે હિમેશ રેશમિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. જે સાંભળીને હિમેશ ખુદ ભાવુક થઇ ગયો હતો.

રાનુ મંડલે કહ્યું હતું કે, ‘ જો હિમેશે મને મોકો ન આપ્યો હોત તો હું ક્યારે પણ ગીત ગાઈ જ ન શકત.’ આ સિવાય આ કાર્યક્રમમાં હિમેશ રેશમિયાએ રાનુ મંડલને લઈને તેની ભાવના વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ‘ જો આપણે કોઈ ટેલેન્ટને આગળ લઈને જઈએ છે. ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે શું કર્યું છે. પરંતુ અસલમાં તો આપણે કંઈ જ જ નથી કર્યું હોતું. આ બધો ઉપરવાળાનો ખેલ છે. આપણે તો ફક્ત કઠપૂતળી છે. મારી તરફથી જે થઇ શક્યું તે કર્યું કે. હવે તમારો વારો છો કે તમે રાનુ મંડલને આગળ લઇ જાવ.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.