મનોરંજન

હિમેશ રેશમિયાએ રાનુ મંડલને આપ્યો ગાવાનો મોકો, એની પાછળ કારણ છે સલમાન ખાનના પપ્પા- જાણો કઈ રીતે

સ્ટેશન પર ગીતો ગાઈને ભીખ માંગીને જીવન ગુજારતી રાનુ મંડલનું નસીબ ત્યારથી બદલાઈ ગયું જયારે તેને લતા મંગેશ્કરનું ગીત ગાયું અને તેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોના વાયરલ થયા બાદ રાનુના મેકઓવર કરવા માટે લાઈન લાગી ગઈ હતી. ત્યારે હવે સંગીતકાર હિમેશ રેશમિયાએ પણ તેને પોતાની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી છે.

હિમેશ રેશમિયાએ પોતાની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં તેરી મેરી નામનું ગીત ગાવાની તક રાનુને આપી. હિમેશ રેશમિયાએ એક વિડીયો શેર કર્યો છે જેમાં રાનુ આ ગીતનું રેકોર્ડિંગ કરતી દેખાઈ રહી છે. અને સાથે હિમેશ રેશમિયા પણ આ વીડિયોમાં દેખાઈ રહયા છે.

રાનુને હિમેશ રેશમિયાએ ગીત ગાવાની તક આપી એ પાછળ સલમાન ખાનના પરિવારનો ખૂબ જ મોટો હાથ છે. એક ઇન્ટરવ્યૂમાં હિમેશ રેશમિયાએ પોતે ખુલાસો કર્યો હતો કે ‘સલમાન ભાઈના પિતા સલીમ અંકલે મને એકવાર સલાહ આપી હતી કે જયારે પણ તને જીવનમાં કોઈ ટેલેન્ટેડ વ્યક્તિ મળે ત્યારે એને જવા ન દેતો. તેઓએ મને એમ પણ કહ્યું હતું કે એ વ્યક્તિને તેના ટેલેન્ટ દ્વારા આગળ વધવામાં મદદ કરો.’

Image Source

રાનુ મંડળ પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરની રહેવાસી છે. તેની કાકીએ તેનો ઉછેર કરીને તેને મોટી કરી છે. તે પોતાનું ગુજરાન રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં ગીત ગાઈને કરતી હતી. આ દરમ્યાનનો રાનુનો એક વિડીયો વાયરલ થયો હતો, જે પછી તેનું નસીબ બદલાઈ ગયું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks