મનોરંજન

રાનુ મંડલની હાલત ફરી થઇ ખરાબ, કોરોના વાયરસથી સમસ્યા વધી, જાણો વિગત

પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઈને રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પ્રખ્યાત થયા પછી તેનું જીવનું બદલાઈ ગયું હતું. રાનુએ આ સમય દરમિયાન જે કર્યું હતું તે ચર્ચાનો વિષય બન્યું હતું. આ સમય દરમિયાન રાનુ સોશિયલ મીડિયા સનસનાટી મચાવી દીધી હતી. રાનુ મંડલ ચર્ચામાં પણ રહી હતી તેની લોકપ્રિયતા આસમાને છવાયેલી હતી.

Image Source

જાણીતા સંગીતકાર હિમેશ રેશમિયાએ રાનુને તેની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી હતી. ‘તેરી-મેરી કહાની’ ગીત એકદમ હિટ રહ્યું હતું. ગયા વર્ષે નવરાત્રી દરમિયાન પણ કોલકાતામાં ભાગ્યે જ કોઈ પૂજા પંડાલ બાકી હશે જ્યાં તેમનું ગીત ‘તેરી મેરી કહાની’નું સુપરહિટ વર્ઝન વગાડ્યું ન હોય. આ સાથે તેને મહેમાન તરીકે અનેક રિયાલિટી શોઝમાં પણ બોલવામાં આવી હતી. રાનુ મંડલ પણ અનેક જાહેર કાર્યક્રમોમાં જોવા મળી હતી.

Image Source

પરંતુ હવે કોરોના વાયરસના કારણે રાનુના જીવનમાં ફરી દુકાળ પડ્યો છે. અહેવાલ છે કે રણુને મુંબઈમાં કોઈ કામ મળતું નથી. એક પછી એક વિવાદોમાં ઘેરાયેલી ‘રાણાઘાટ કી લતા’ હવે નવી તકોની શોધમાં છે.

Image Source

લોકપ્રિય થયા પછી, રાણુ પોતાનું જૂનું ઘર છોડીને નવા મકાનમાં શિફ્ટ થઈ ગઈ હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાનુ મંડલએ તેનું નવું ઘર છોડીને તેના જૂના ઘરે પાછી આવી છે. અહેવાલો અનુસાર, રાનુ મંડલ પાસે બોલિવૂડમાં વધારે કામ નહોતું અને આર્થિક રીતે તેની હાલત કથળી છે. જેના કારણે તે પાછી પોતાના જુના ઘરે આવી છે. સોશિયલ મીડિયા પર ફરી એકવાર રાણુ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. બધા લોકો કહે છે કે ‘ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત’ એવું કહી રહ્યા છે.