રાતોરાત કરોડો લોકોના દિલમાં વસેલી રાનૂ મંડલ આ શું કરી રહી છે? હાલમાં કઈ સ્થિતિમાં છે? જાણો

0

રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાતો વિડીયો વાયરલ થયા બાદ રાતોરાત રાનુ મંડલ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. લોકોને તેની ગાયકી ખૂબ પસંદ આવી હતી અને લોકોએ તેનો વિડીયો ખૂબ જ શેર કરીને તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી.

આ પછી તેનાથી પ્રભાવિત થઈને બોલીવુડના જાણીતા ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયાએ રાનુ મંડલને પોતાની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી અને હીરમાં ગીત ગાવાની તક આપી. આ ગીત પછી રાનુ મંડલ વધુ લોકપ્રિય થઇ અને તેના ગાયેલા ગીતોને લોકોએ ખૂબ જ પસંદ કર્યા.

ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી રાનુ મંડલ છેલ્લા થોડા સમયથી મીડિયાથી દૂર છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે આ દિવસોમાં ઘણું કામ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમની પાસે બોલિવૂડના બીજા ઘણા ગીતો પણ છે. કામને કારણે રાનુને વારંવાર મુંબઈ આવવું-જવું પડે છે.

રાનુ મંડલના ગીતો દેશભરમાં પ્રખ્યાત થયા પછી, તેમના નામથી એક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું. રાનુ મંડલ આ દિવસોમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વ્યસ્ત છે. ત્યાં તે સતત પોસ્ટ શેર કરતી રહે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાનુ મંડલના એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાખો લાઈક્સ આવી ચુકી છે.

આમ છતાં રાનુ મંડલ પશ્ચિમ બંગાળમાં તેના જૂના મકાનમાં જ રહે છે. તાજેતરમાં જ એક પોસ્ટ કરીને એ જાણકારી શેર કરવામાં આવી હતી કે રાનુ તેની બાયોપિક પર કામ કરી રહી છે. જણાવી દઈએ કે રાનુની બાયોપિક ફિલ્મ નિર્માતા ઋષિકેશ મંડલ બનાવી રહ્યા છે. રાનુ મંડલ એમાં ખૂબ જ વ્યસ્ત છે.

એના સિવાય પણ રાનુ મંડલ પાસે ઘણું કામ છે. તેને તાજેતરમાં પાસપોર્ટ મેળવી લીધો છે. તેનો ફોટો પણ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. અતિન્દ્ર ચક્રવર્તી રાનુનું તમામ કામ સંભાળી રહ્યો છે. તાજેતરમાં જ રાનુ મંડલે અતિન્દ્ર ચક્રવર્તી સાથે લાઇવ વીડિયો કરીને શેર કરીને જાણકારી આપી હતી કે તેમનું એક ગીત પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.