ખબર મનોરંજન

બોલીવૂડના આ ખાનના ઘરે સાફસફાઈ અને ખાવાનું બનાવવાનું કામ કરતી હતી રાનુ મંડલ? જાણો વાઇરલ સમાચાર વિશે

કાલ સુધી પ્લેટફોર્મ પર ગીતો ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વિડીયો વાયરલ થયા બાદ હવે તેને સૌ કોઈ જાણે છે. હવે તેઓ બોલિવૂડ ફિલ્મમાં એક ગીત ગાઈને પ્લેબેક સિંગર તરીકે ડેબ્યુ પણ કરી ચુકી છે. રાનુએ ભલે પોતાનું પહેલું ગીત અત્યારે રેકોર્ડ કર્યું હોય પણ બોલિવૂડ સાથે તેમનો સંબંધ ખૂબ જ જૂનો છે. જેનો ખુલાસો રાનુએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે. આ વાત જાણીને તમે પણ ચોંકી જશો.

 

View this post on Instagram

 

❤😊☺

A post shared by Renu Mondal Teem (@ranumondal_teem) on

રાનુ મંડલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એ બોલીવૂડના એક સુપરસ્ટારના ઘરે કામ કરતી હતી. રાનુ મંડલે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે જાણીતા અભિનેતા ફિરોઝ ખાનના ઘરમાં રહેતી હતી. રાનુ એમના ઘરનું કામ કરતી હતી અને ઘરમાં સાફસફાઈ કરતી, ખાવાનું બનાવવાનું કામ કરતી હતી. રાનુના જણાવ્યા અનુસાર, એ આ બધા કામો સિવાય ફિરોઝ ખાન, તેમના દીકરા ફરદીન ખાન અને ભાઈ સંજય ખાનનું ધ્યાન પણ રાખવાનું કામ કરતી હતી. રાનુ મંડળનું આ બોલિવૂડ કનેકશન ખૂબ જ રસપ્રદ છે, છે એ સમયે તેને અંદાજ ન હતો કે તે આટલી મોટી સ્ટાર બની જશે.

 

View this post on Instagram

 

Thank you @realhimesh @ranumondal_teem

A post shared by Renu Mondal Teem (@ranumondal_teem) on

રાનુએ જણાવ્યું હતું કે એ જયારે ૬-૭ વર્ષની હતી ત્યારથી જ ગીતો સાંભળી આવે છે, ત્યારે દર્શકો સામે ગાવાની હિમ્મત ન હતી, પરંતુ એ ખૂબ જ ગીતો સાંભળતી હતી. રાનુનો વિડીયો વાયરલ થયા બાદ હવે તેમને ઓફર્સ મળી રહી છે. હિમેશ રેશમિયા સાથે ગીત રેકોર્ડ કર્યા બાદ હવે અભિનેતા-ગાયક પ્રદીપ પાંડે ચિન્ટુએ કહ્યું કે તેઓ ખૂબ જ જલ્દી રાનુ સાથે ગીત રેકોર્ડ કરશે.

આ પછી હવે રાનુ અને સલમાન ખાન સાથે જોડાયેલી ખબરોએ પણ જોર પકડ્યું છે. એવી ખબરો વાયરલ થઇ રહી છે કે સલમાન ખાને રાનુ મંડલને ૫૫ લાખનું એક આલીશાન ઘર આપ્યું છે. સાથે જ પોતાની આગામી ફિલ્મ દબંગ ૩માં ગીત ગાવાની તક પણ આપી છે. જો કે આ વિશે કોઈ અધિકૃત જાણકારી પ્રાપ્ત નથી થઇ, કે સલમાન ખાને રાનુની મદદ કરી છે કે નહિ. સાથે જ ફિરોઝ ખાનના પરિવારમાંથી પણ કોઈએ આ વાતની પુષ્ટિ નથી કરી કે રાનુ મંડલ તેમના ઘરે કામ કરતી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks