મનોરંજન

રાનુ મંડલનો વધુ એક વિડીયો ચગ્યો, ‘એક રાધા એક મીરા’ આ સાંભળી તેનું પહેલા ગાયેલું ગીત પણ ભૂલી જશો

‘તેરી મેરી કહાની’થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી રાનુ મંડલ બોલીવુડના સિતારાઓની જેમ હંમેશા ચર્ચામાં રહે છે. રાનુ મંડલના ગીત ‘ તેરી મેરી કહાની’ થી ફક્ત સોશિયલ મીડિયામાં જ સફળતા નથી મળી પરંતુ લોકોના દિલમાં પણ જગ્યા બનાવી લીધી છે. ત્યારે આ વચ્ચે રાનુ મંડલનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાનુ મંડલના આ નવા વીડિયોમાં 1985માં આવેલી ‘રામ તેરી ગંગા મેલી’ ની ગીત ‘એક રાધા એક મીરા’ ગતિ નજરે ચડે છે. ખબરોનું માંણીએ તો આ વિડીયો તે મશહૂર થઇ એની પહેલાનો છે. આ વીડિયોમાં રાનુની અવાજ સાંભળીનૅ બધા જ તેની તારીફ કરવા લાગે છે.

રાનુ મંડલના આ વિડીયો બહુજ જૂનો છે. પરંતુ સોશિયલ મીડિયામાં તેને ધમાલ મચાવી છે. આ વિડીયો રાનુ મંડલના ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, રાનુ મંડલના એક વાયરલ વીડિયોથી જ દેશમાં તે મશહૂર થઇ ગઈ હતી. હિમેશ રેશમિયાએ તેને ગીત ગાવાનો મૌકો આપ્યો હતો. હવે તે સ્ટાર બની ચુકી છે. થોડા દિવસ પહેલા રાનુનું પહેલી ગીત ‘તેરી મેરી કહાની’ રિલીઝ થયું હતું. લોન્ચિંગના સમયે હિમેશ રેશમિયાએ એક પ્રેસ કોન્ફ્રરન્સ રાખી હતી. રાનુએ અહીં મીડિયાકર્મીને બધા જ સવાલના જવાબ બહુજ આત્મવિશ્વાસ સાથેઆપ્યા હતા.

રાનુ મંડલને લઈને મશહૂર સિંગર કુમાર સાનુએ પણ નિવેદન આપ્યું હતું. કુમાર સાનુએ કહ્યું હતું કે, જો કોઈ સારી ઓફર હોય તો તે રાનુ મંડલ સાથે ગીત ગાવા માટે તૈયાર છે.

કુમાર સાનુએ આગળ કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે રાનુ મંડલે હિમેશ સાથે ગીત ગાયું છે. પરંતુ હજુ સુધી મેં આ ગીત સાંભળ્યું નથી. જોઈએ રાનુ મંડલ આવનારા દિવસોમાં કેવું પરફોર્મન્સ આપે છે. ટેક્નોલોજીના સમયમાં નોન-સિંગર્સ ન સારા સિંગરની સાથે પરફોર્મર બની ગયા છે. ટેક્નોલોજીએ મ્યુઝિકનું સીન બદલી દીધું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks