ફિલ્મી દુનિયા

WOW! રાનુ મંડલે હવે ઉદિત નારાયણ સાથે રેકોર્ડ કર્યું ગીત, દિલને ગમી જશે આ વિડીયો

રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલ રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ અને હવે પછી હિમેશ રેશમિયાની મદદથી બોલિવૂડમાં સિંગર પણ બની ગઈ છે. રાનુ મંડલે હિમેશ રેશમિયા સાથે એક નહિ પણ ત્રણ ગીતો રેકોર્ડ કર્યા હતા. હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ હેપી હાર્ડી એન્ડ હીર માટે રાનુ મંડલ પાસેથી ગીતો ગવડાવ્યા હતા.

હિમેશ રેશમિયાની સાથે રાનુ મંડલે ગાયેલી ગીત તેરી મેરી કહાની લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતું. ત્યારે રાનુ હવે એક ડગલું આગળ વધી છે. હાલમાં જ રાનુએ હિમેશ રેશમિયાની સાથે જ એક મોટા ગાયક સાથે ગીત રેકોર્ડ કર્યું છે, જે બીજું કોઈ નહિ પણ ઉદિત નાયારણ છે. રાનુ મંડલે બોલીવૂડના પ્રસિદ્ધ સિંગર ઉદિત નારાયણ સાથે હિમેશની ફિલ્મનું જ એક નવું ગીત ‘કહ રહી હૈ નઝદીકીયાં’ હિમેશના સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું છે.

હિમેશ રેશમિયાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેકોર્ડિંગનો વિડીયો શેર કર્યો છે, જેમાં રાનુ મંડલ સાથે ઉદિત નારાયણ પણ રેકોર્ડિંગ કરતા દેખાઈ રહયા છે. આ વિડીયો શેર થતા જ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે. આ ગીતમાં રાનુ મંડલ સાથે જ ઉદિત નારાયણ, પાયલ દેવ અને હિમેશ રેશમિયાએ મળીને ગાયું છે. ગીતના શબ્દો એટલા સુંદર છે કે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે.

આ પોસ્ટમાં હિમેશએ ગીત વિશે જાણકારી આપતા કહ્યું કે મને મારા ક્રિયેટિવ સ્વભાવે કીધું કે પોતાની આગામી ફિલ્મ હેપી હાર્ડી એન્ડ હીરનું આગામી ક્લાસિકલ રોમેન્ટિક ગીત કહ રહી હૈ નઝદીકીયાં માટે મારે સૌથી ટેલેન્ટેડ અને લીજેન્ડરી સિંગારને લેવા જોઈએ, ફિચરિંગ ઉદિત નારાયણ, રાનુ મંડલ, હિમેશ રેશમિયા અને પાયલ દેવ, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો આ ખાસ દિવસ લતા મંગેશકરજીના જન્મદિવસ પર.’

આ ગીત હિમેશ રેશમિયાની ફિલ્મનું રોમેન્ટિક ગીત હશે. આ રાનુનું જ નસીબ છે કે રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન ચલાવનાર હવે બોલિવૂડની ફિલ્મો માટે સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કરી રહી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.