રેલવે સ્ટેશન ઉપર ગીત ગાઈને રાતો રાત સ્ટાર બની ચુકેલી રાનુ મોંડલ ફરી આવી ચર્ચામાં, ખાસ અંદાજમાં ગાયું આ ગીત

રાનુ મોંડલને  આમ તો જરૂર નથી રહી, રેલવે સ્ટેશન ઉપર લતા મંગેશકરનું એક ગીત ગાઈને તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી, સોશિયલ મીડિયામાં પણ તેના અવાજની લોકો ખુબ જ પ્રસંશા કરતા જોવા  મળ્યા હતા, થોડા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે  રાનુ મોંડલના જીવન ઉપર બાયોપિક બની રહી છે, ત્યારે હવે ફરી એક વાર રાનુ મોંડલ તેના એક ગીતને લઈને ચર્ચામાં આવી છે.

લાંબા સમયના બ્રેક પછી ફરી એકવાર રાનુ મોંડલ ચર્ચામાં આવી છે. રાનુએ એક નવા અંદાજમાં વાપસી કરી છે. આ વખતે તે સુપરહિટ ટ્રેક “માણિક મગે હિતે” ગીત ગાતી જોવા મળી રહી છે, તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. યુટ્યુબર Rondhon Porichoy દ્વારા રાનુ મોંડલનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળી લીધો છે. જેમાં રાનુ લાલ ટીશર્ટ અને પેન્ટ પહેરીને નજર આવી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના ઉપર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. Manike Mage Hithe સતીશ રથનાયકનું 2020નું સિંહલ ગીત છે.

મેં મહિનામાં શ્રીલંકાઈ ગાયક યોહાનિ દિલોકા ડી સિલ્વાના સંસ્કરણના રિલીઝ થયા બાદ આ ગીત ખુબ જ વાયરલ થઇ ગયું હતું. યોહાનિના Manike Mage Hithe ઓનલાઇન ઉપલબ્ધ થયાના ત્રણ મહિનાની અંદર જ યુટ્યુબ ઉપર 91 મિલિયન વ્યૂઝ પાર કરી ચૂક્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ ગીત ઉપર ઘણા વીડિયો બની ચુક્યા છે.

Niraj Patel