ફિલ્મી દુનિયા

VIRAL VIDEO: રાતોરાત સ્ટાર બનેલી રાનૂ મંડલના બદલાયા તેવર, રિપોર્ટરે સવાલ પૂછતાં નખરા બતાવ્યા જુઓ

રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજારો કરનાર રાનુ મંડલના નસીબ આડેથી પાંદડું હટી જતા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. રાનુ મંડલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો તેના ફેન બની ગયા હતા. રાનુ મંડલના અવાજને કારણે હિમેશ રેશમિયાએ પણ તેની ફિલ્મમાં કામ આપ્યું હતું.

 

View this post on Instagram

 

#like4likes #share #comment

A post shared by Ranu mandol (@ranu_mandal6) on

રાનુ મંડલને રાતો રાત પ્રસિદ્ધિ મળતા લાખો ફેન તેની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. થોડા દિવસ પહેલા રાતોરાત ઇન્ટરનેટ પર સનસની મચાવનાર રાનુ મંડલનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રાનુ મંડલ તેના એક ફેન્સ સાથે ખરાબ વર્તન કરતી નજરે ચડે છે. ત્યારે હાલમાં જ રાનુ મંડલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે મીડિયાને એટીટ્યુડ બતાવતી નજરે ચડે છે.

રાનુ મંડલનો આ વિડીયો ચોંકાવનારો છે. થોડા દિવસ પહેલા વિન્રમતા સાથે વાત કરનારી મહિલાનો આજે અંદાજ એકદમ બદલી ગયો છે. આ વીડિયોમાં રાનુ મંડલનો અંદાજ પણ કંઈક અલગ જોવા મળે છે. મીડિયાના લોકો જયારે રાનુ મંડલને સવાલ કરે છે ત્યારે તે વાતને નજર અંદાજ કરી કંઈક ખાવા લાગે છે. તેના ચહેરાના હાવભાવથી લાગે છે કે તેને કંઈ ફેર નથી પડતો.

આ વાયરલ થયેલા આ વીડિયોએ રિપોર્ટર તેની તારીફ કરીને સવાલ પૂછે છે કે, સપના સાચા પડે છે. તમને આટલી સફળતા મળી છે. આ સવાલના જવાબ આપવાને બદલે રાનુ પહેલા તો બેગમાંથી કાઢીને કંઈક ખાઈ છે, ત્યારબાદ આજુ-બાજુ જોઈને કહેવા લાગે છે કે તેને કંઈ સંભળાતું નથી. ત્યારબાદ રિપોર્ટર ફરી સવાલ કરે છે. આ વિડીયો સામે આવ્યા બાદ રાનુ મંડલ ફરી એક વાર ટ્રોલ થઇ છે.

આ પહેલા રાનુ મંડલ શોપિંગ કરવા ગઈ હતી. ત્યારે તેના ફેન્સે તેને સેલ્ફી લેવાનું કહેતા તે ગુસ્સે થઇ કહ્યું હતું કે, તમે મને અડક્યા શું કામ ? હવે હું એક સેલિબ્રિટી છું. આ વીડિયોમાં પણ રાનુ ઘણા ગુસ્સામાં જોવા મળે છે. રાનુ મંડલ ફેન્સ પર ગુસ્સે થવા છતાં પણ તે હસતી નજરે ચડે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.