ફિલ્મી દુનિયા

ટિકિટોકિયાઓ પર ચઢી ગયો છે હિમેશ -રાનુ મંડલના ગીતનો બુખાર, આ વિડિયોઝ જોઈને હસીહસીને થઇ જશો લોટપોટ

‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ગીતથી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી રાનુ મંડલ આજે આખા દેશની ધડકન બની ગઈ છે. રાનુને બોલીવુડના સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મમાં ગીત ગાવા માટે મૌકો આપ્યો છે.

હાલમાં જ તેને મશહૂર સંગીતકાર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ માટે એક ગીત રેકોર્ડ કર્યું છે. તે ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે. જ્યાં એરક તરફ ગીતને પસંદ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આ ગીત પર મિમ્સ બનવાના શરૂ થઇ ગયા છે.

ઘણા લોકોએ રાનુ અને હિમેશનો વાયરલ વિડિયો હાસ્યાસ્પદ લાગે છે. ઘણા લોકોએ આ વીડિયોના ગીત પર ખુદના વર્ઝન બનાવવાના ચાલુ કરી દીધું છે. આ વિડીયો પણ ઝડપથી સોશિયલ મીડિયાના વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક નાટકીય રેકોર્ડિંગ સ્ટુડિયો ઈમેજીન કરવામાં આવે છે. હિમેશ-રાનુના રેકોર્ડિંગ ગીત પર લિપસિંગ કરવામાં આવી રહી છે.

હિમેશ રેશમિયાએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા લખ્યું હતું કે, ‘ ટેલેન્ટેડ સિંગર રાનુ મંડલ સાથે હેપી હાર્ડી અને હીર ફિલ્મનું એક નવું ગીત તેરી મેરી કહાની રેકોર્ડિંગ કર્યું હતું. તેનો અવાજ ડિવાઇન છે. જો આપણે સપના જોઈએ તે એક દિવસ તે સાચા પડે છે. સકારાત્મક સાથે આગળ વધવાથી પણ સપના સાચા થવાનું સરળ થઇ જાય છે. તમારા બધાના પ્રેમ અને સહાયતા માટે આભાર.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.