મનોરંજન

રાતોરાત સ્ટાર બનતાની સાથે જ રાનુ મંડલે એવું કામ કર્યું કે જાણીને ચોંકી જશો

સ્ટાર્સને કામની ઘણી ઓફરો આવતી હોય છે, જેથી તેમના કામને મેનેજ કરવા માટે તેઓએ મેનેજર રાખવા પડતા હોય છે. ત્યારે હાલમાં જ વિડીયો વાયરલ થયા બાદ રાતોરાત સ્ટાર બની ચુકેલી રાનુ મંડલને પણ એટલી ઓફરો મળવા લાગી છે કે તેને પોતાના કામને સંભાળવાની જવાબદારી કોઈ બીજાને આપી દીધી છે. એટલે કે રાનુ મંડળે પણ મેનેજર રાખી લીધો છે. રાનુએ તેનો વાયરલ વિડીયો બનાવનાર અતીન્દ્ર ચક્રવર્તીને પોતાના મેનેજર તરીકેનું કામ સોંપી દીધું છે.

એક ઇન્ટરવ્યૂમાં રાનુએ કહ્યું કે ‘જોઈને સારું લાગે છે કે લોકો મને પ્રેમ કરે છે અને મારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મેં આ કામની જવાબદારી અતીન્દ્રને સોંપી દીધી છે. આ ઉંમરમાં આ બધું જ સમજવું મારા માટે થોડું મુશ્કેલ છે. મારી પાસે તો ફોન પણ નથી. એ મને રસ્તો બતાવી રહ્યો છે. એ મારા દીકરા જેવો છે.’

પોતાના સંઘર્ષ વિશેની વાત કરતા રાનુએ કહ્યું કે – ‘સારા હોય કે ખરાબ દિવસો, સંગીતે મને હંમેશા આગળ વધવાની હિમ્મત આપી છે. મને ગાવું પસંદ છે. આ જ એક માત્ર વસ્તુ છે કે જે હું કરી શકું છું. લતાજીના ગીતોએ મને હંમેશા પ્રેરિત કરી છે. અતીન્દ્ર ઘણીવાર મારુ ગીત સાંભળવા માટે સ્ટેશન પર રોકાઈ જતો હતો. એનો એ વાયરલ વિડીયો બનાવતા પહેલા સુધી મારુ જીવન ખૂબ જ મુશ્કેલ હતું.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks