મનોરંજન

શું રાનુ મંડલ સાથે થઇ હાર્દિક પંડયાની સગાઇ? જાણો વાયરલ થઇ રહેલી તસ્વીરોની હકીકત

વાયરલ થયેલા વિડીયો દ્વારા રાતોરાત ઈન્ટરનેટ સ્ટાર બનેલી રાનુ મંડલ કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં રહે છે. કયારેક પોતાના ગીતોને લઈને તો ક્યારેક સોશિયલ મીડિયા પર ટ્રોલિંગને લઈને તે ચર્ચાઓમાં રહે છે. ત્યારે હવે ફરી એકવાર રાનુ મંડલ ચર્ચાઓમાં છે.

Image Source

વાત એમ છે કે રાનુ મંડલની ક્રિકેટર હાર્દિક પંડયા સાથેની તસ્વીર સામે આવી છે અને આ તસ્વીરમાં રાનુ મંડલ પોતાની સગાઈની વીંટી દેખાડતી જોવા મળી રહી છે. હવે આ તસ્વીરની હકીકત શું છે એ તમને જણાવીએ –

તસ્વીરમાં રાનુ મંડલની પાછળ હાર્દિક પંડયા છે, આ તસ્વીરને જોઈને ચાહકો મજેદાર કૉમેન્ટ્સ કરી રહયા છે. હકીકતે હાર્દિક પંડયાની આ સગાઈની તસ્વીર તો છે પણ આ તસ્વીર ફોટોશોપ્ડ છે, જે જોતજોતામાં જ વાયરલ થઇ ગઈ. હાર્દિકે આ પોઝ પોતાની મંગેતર સાથે આપ્યો હતો, જેને કોઈ યુઝરે રાનુ મંડલ સાથે જોડી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

થોડા દિવસો પહેલા હાર્દિક પંડયાએ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઇ કરી લીધી, સગાઈની આ તસ્વીરો હાર્દિક પંડયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં નતાશાએ વીંટી દેખાડતા પોઝ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

હાર્દિક અને નતાશાએ આ વર્ષના પહેલા જ દિવસે સગાઇ કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર જયારે બંનેની તસ્વીરો સામે આવી હતી ત્યારે બધા જ ચોંકી ગયા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.