ક્યારેક રેલવે સ્ટેશનના એક ખૂણામાં બેસીને કે લોકલ ટ્રેનમાં ગીતો ગાઈને જે મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વિડીયો વાયરલ થયા બાદ હવે તે એટલી પ્રસિદ્ધ થઇ ચુકી છે કે તેને બોલિવૂડ ફિલ્મ માટે ગીત પણ ગાઈને ડેબ્યુ પણ કરી લીધું છે. ત્યારે રાનુ મંડલના ચાહકોની સંખ્યા વધી ગઈ છે અને દરેક વ્યક્તિ તેના વિશે જાણવા ઉત્સુક છે. રાનુએ ઘણા ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે, જેમાં ઘણા ખુલાસાઓ થયા છે. ત્યારે હવે રાનુના લગ્નને લઈને પણ એક ખુલાસો થયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાનુના બે લગ્ન થયા હતા. તેમનો પહેલો પતિ પશ્ચિમ બંગાળથી હતો, જે રાનુને કોઈ ખાસ મહત્વ આપતો ન હતો. રાનુ 20 વર્ષની ઉંમરથી જ ક્લ્બમાં ગીતો ગાતી હતી. રાનુનો અવાજ એટલો પ્રખ્યાત થઇ ગયો કે તેને સાસરાવાળાને એનાથી તકલીફ થવા લાગી. રાનુના પતિને આ બધું પસંદ ન હતું. ધીરે-ધીરે રાનુ અને તેના પતિ વચ્ચે અંતર વધતું ગયું અને આખરે પતિએ રાનુને છોડી દીધી.
View this post on Instagram
આ પતિથી રાનુને એક દીકરો અને એક દીકરી છે. પોતાના લગ્ન તૂટયા બાદ રાનુ ખરાબ રીતે તૂટી ગઈ હતી અને તેને ગાવાનું બંધ કરી દીધું અને વર્ષ 2000ની આસપાસ મુંબઈ જતી રહી. અહીં આવીને તેને ફિરોઝ ખાન જેવા સુપરસ્ટારના ઘરે નોકરી મળી ગઈ. કેટલોક સમય વીત્યો અને રાનુની મુલાકાત બબલુ મંડલ સાથે થઇ. બબલુ બંગાળના જ રહેવાસી હતા અને બંનેએ લગ્ન કરી લીધા. જો કે ફિરોઝ ખાનના પરિવારમાંથી પણ કોઈએ આ વાતની પુષ્ટિ નથી કરી કે રાનુ મંડલ તેમના ઘરે કામ કરતી હતી.
બબલુ એક હોટલમાં કામ કરતા હતા, ત્યારે દુર્ભાગ્ય તો જુઓ કે 2003માં જ બબલુ મૃત્યુ પામ્યો. બબલુના મૃત્યુ બાદ રાનુ દુઃખી થઈને પશ્ચિમ બંગાળ પરત ફરી. અહીં તેમને જુદી-જુદી જગ્યાએ ફરીને ગાવાનું શરુ કરી દીધી. રાનુનો અવાજ એવો હતો કે લોકો તેના તરફ ખેંચાઈ આવતા. લોકો રાનુને ગીત ગાવાના બદલામાં કઈને કઈ આપતા હતા.
જણાવવામાં આવે છે લગભગ 10 વર્ષો સુધી આવું જ ચાલ્યું. પરંતુ એક દિવસ અચાનક જયારે રાનુ રાણાઘાટના એક રેલવે સ્ટેશન પર બેસીને ગાઈ રહી હતી, ત્યારે ત્યાંના જ રહેવાસી સોફ્ટવેર એન્જીનીયર અતીન્દ્ર ચક્રવર્તી પસાર થઇ રહયા હતા, અને એ રાનુનો અવાજ સાંભળીને રોકાઈ ગયો. આ અવાજ સાંભળીને તેઓ મુગ્ધ થઇ ગયા અને રાનુનો વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી દીધો. આ વિડીયો જોતજોતામાં વાયરલ થઇ ગયો અને રાનુ રાતો-રાત સ્ટાર બની ગઈ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks