એક વિડીયોથી રાતો રાત ઇન્ટરનેટ સેન્સેશન બનનારી રાનુ મંડલ હાલમાં કોઈને કોઈ ચર્ચામાં રહે છે. રાનુ મંડલ હાલમાં જ તેના હેવી મેકઅપને લઈને ટ્રોલ થઇ ચુકી હતી. આ પહેલા તે ફેન્સ સાથે ખરાબ વર્તનના કારણે પણ ટ્રોલ થઇ હતી. લોકો સોશિયલ મીડિયામાં રાનુ મંડલની દરેક એક્ટિવિટી પર નજરે રાખતા હોય છે. ત્યારે હાલમાં જ રાનુ મંડલ ફરી એક વાર ચર્ચામાં આવી છે.
View this post on Instagram
Old memories #ranumondal #himeshreshammiya #love #newyork #memories #singer #family #famous #viral
રાનુ મંડલ હાલમાં જ એક વીડિયોને લઈને ફરી એકવાર ટ્રોલ થઇ છે. રાનુ મંડલ એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટને પત્રકાર બરખા દત્ત હોસ્ટ કરતી હતી. બરખા દત્ત રાનુ મંડલને ગીત ગાવવાનું કહે છે. ત્યારે રાનુ મંડલ કહે છે કે, ‘હિમેશજી સાથે ગાયેલું ગીત ગાવ?’ બરખા દત્ત કહે છે કે, હા તે જ ગાવ.
View this post on Instagram
આટલું કહીને બરખા દત્ત રાનુ મંડલને માઈક હાથમાં પકડાવી દે છે. રાનુ મંડલ ગીત ગાવવાની તૈયારી કરે છે. રાનુ મંડલ થોડી સેકન્ડ માટે ચૂપ થઇ જાય છે અને વિચારવા લાગે છે. ત્યારબાદ તે કહે છે કે, ‘ઓહ માય ગોડ, હું તો ભૂલી ગઈ’ રાનુ મંડલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રાનુ મંડલને આ વિડીયોને કારણે ફરી એકવાર ટ્રોલ થઇ છે.
જણાવી દઈએ કે, હિમેશ રેશમિયાએ તેની ફિલ્મમાં રાનુ મંડલને ગીત ગાવવાનો મોકો આપ્યો હતો. રાનુ મંડલની ગીત ‘તેરી મેરી કહાની’ ઘણું જ પોપ્યુલર અને હિટ રહ્યું હતું. આ ગીત બાદ રાનુ મંડલને બીજા ગીત પણ મળ્યા હતા. જે ગીતથી રાનુ મંડલનું નસીબ બદલાઈ ગયું હતું તે ગીતનું જ લિરિક્સ રાનુ મંડલ સ્ટેજ પર ભૂલી ગઈ હતી.
View this post on Instagram
Angel #ranumondal #himeshreshammiya #likeforlikes #love #family #cute #angle
થોડા દિવસ પહેલા રાનુ મંડલની એક તસ્વીર વાયરલ થઇ હતી. આ તસ્વીરમાં તે હેવી મેકઅપમાં જોવા મળી હતી. હેવી મેકઅપને કારણે રાનુ મંડલને ટ્રોલ પણ કરવામાં આવી હતી. રાનુ મંડલને ટ્રોલ કરવાને લઈને તેની દીકરી એલિઝાબેથે પ્રતિક્રિયા આપી હતી. એલિઝાબેથે કહ્યું હતું કે, માને આવી રીતે ટ્રોલ કરવાથી હું દુઃખી છું. માને હંમેશા એટીટ્યુડની તકલીફ હોય તેના કારણે ઘણી સમસ્યા આવી જાય છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.