ખબર ફિલ્મી દુનિયા

રાનુ મંડલની દીકરીનો હોંશ ઉડાવનાર ખુલાસોઃ મારી માતા માનસિક રીતે અસ્થિર છે અને… આખી ઘટના વાંચો ક્લિક કરીને

રાનુ મંડલનો લતા મંગેશકરનું ગીત ગાતો વિડીયો વાયરલ થયા બાદ હવે તે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ છે. તેને હિમેશ રેશમિયા સાથે ૩ ગીતો રેકોર્ડ કરી લીધા છે, ત્યારે રાનુની દીકરી એલિઝાબેથ સાઠી રોય તેની માતા વિશે ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. એક તરફ રાનુ તેના અવાજને કારણે પ્રસિદ્ધ થઇ રહી છે ત્યારે બીજી તરફ તેની દીકરી એલિઝાબેથ સાઠી રોયનું કહેવું છે કે તેની માતા માનસિક રીતે અસ્થિર છે. આ સાથે જ તેને રાનુનો વિડીયો બનાવનાર યુવક અતીન્દ્ર ચક્રવર્તી અને તપન દાસ પર પણ ગંભીર આરોપો લાગવ્યા છે. સાથે જ તેને કહ્યું કે મીડિયા તેની માને પરેશાન કરી રહ્યું છે.

રાનુ મંડલનો પહેલો વિડીયો વાયરલ થયા બાદ મીડિયામાં એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે તેને પોતાની દીકરી વર્ષો પછી મળી ગઈ છે. જયારે તેમની દીકરીનું કહેવું છે કે તે હંમેશા તેની માતા સાથે સંપર્કમાં હતી. એક ઇન્ટરવ્યૂમાં એલિઝાબેથ સાઠી રોયએ કહ્યું કે ‘મને ખબર ન હતી કે માતા રેલવે સ્ટેશન પર ગાય છે કારણ કે હું તેમને હંમેશા મળવા જઈ શકતી ન હતી. હું કેટલાક મહિનાઓ પહેલા કલકત્તાના ધર્માતલા ગઈ હતી, જ્યા મેં મારી માતાને કોઈ કારણ વિના બસ સ્ટેન્ડ પર બેસેલા જોયા હતા. મેં તમને તરત જ 200 રૂપિયા આપીને ઘરે જવા કહ્યું હતું.’

રાનુ મંડલની દીકરી એલિઝાબેથ સાઠી રોયનું કહેવું છે કે તે ડિવોર્સી છે અને સિંગલ મધર છે. એ સુરીમાં એક કરિયાણાની નાની દુકાન ચલાવે છે અને પોતાના ચાર વર્ષના બાળકનું ધ્યાન રાખે છે. એલિઝાબેથ સાઠી રોય અનુસાર, રાનુના બે વાર લગ્ન થયા હતા અને એ તેમના ચાર સંતાનોમાંથી એક છે. એલિઝાબેથ સાઠી રોયે કહ્યું કે ‘મેં મારી માને અનેકવાર મારી સાથે આવીને રહેવા કહ્યું, પણ મારી માને અમારી સાથે રહેવું જ નથી. તો પણ લોકો મને જ દોષ આપે છે. બધા જ મારી વિરુદ્ધ થઇ ગયા છે. હવે હું કોની પાસે જાઉં?’

આ પછી એલિઝાબેથે જેઓ તેની માનુ ધ્યાન રાખે છે એ અમરા શોબાઈ શોઈતાન ક્લબના સભ્યો પર આરોપ લગાવ્યો કે તેઓ તેને પોતાની માતા સાથે મળવા નથી દેતા. એલિઝાબેથે કહ્યું કે મને ધમકી આપે છે કે ‘અતીન્દ્ર ચક્રવર્તી અને તપન દાસ એવો દેખાડો કરે છે કે જાને તેઓ મારી માના સગા દીકરા ન હોય. તેમને અને ક્લબના બીજા સભ્યોએ મને ધમકી આપી છે કે જો હું મારી માની નજીક પણ જોવા મળી તો તેઓ મારા પગ તોડીને મને બહાર ફેંકાવી દેશે. એ લોકો ફોન પર પણ મને મારી મા સાથે વાત નથી કરવા દેતા. તેઓ મારી માને મારી વિરુદ્ધ ભડકાવી રહયા છે. મને નથી સમજાતું કે હું શું કરું.’

એલિઝાબેથે આગળ કહ્યું કે ‘અતીન્દ્ર અને તપન પ્રખ્યાત થવા માંગે છે, જો એવું નથી તો તેઓ પોતાનો કામ ધંધો અને પરિવારને છોડીને મારી મા સાથે મુંબઈ શા માટે ગયા. હું કોઈ એવું પગલું નથી ભરવા માંગતી કે જેનાથી મારી માતા પર નકારાત્મક અસર થાય, એવામાં તેઓ પોતાના સંગીત અને રેકોર્ડિંગ્સ પર ધ્યાન નહિ આપી શકે. તેમની માનસિક હાલત ઠીક નથી અને મીડિયા તેમને પરેશાન કરી રહી છે.’

હાલ એલિઝાબેથ તેની માતાના મુંબઈથી પરત આવવાની રાહ જોઈ રહી છે અને કહે છે કે ‘હું માને રિકવેસ્ટ કરીશ કે એ અમારી સાથે આવીને રહે, પણ હું તેમના પર દબાણ નહિ નાખું. જો તે મુંબઈમાં રહેવાનો નિર્ણય કરશે તો હું અને મારો દીકરો તેમની સાથે મુંબઈમાં રહીશું. હું તેમને પ્રેમ કરું છું અને મને ગર્વ છે કે હું તેમની દીકરી છું.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks