પોતાની ગાઈકીથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવનારી મહિલા રાનુ મંડલને બોલીવુડથી એક પછી એક ઓફર્સ આવવા લાગી છે. રાનું મંડલને હિમેશ રેશમિયાએ ગાઈકી માટે ખાસ મૌકો આપ્યો છે અને તે લગાતાર પોતાની ફિલ્મ માટે રાનું મંડલ પાસે ગીતો ગવડાવી રહ્યા છે.
રાનુ હિમેશની સાથે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી રહી છે, હિમેશે રાનુ પાસેથી ‘તેરી મેરી કહાની’ ગીત ગવડાવ્યું હતું, જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. તેના પછી રાનુએ ‘આદત’ ગીત ગાયું હતું. એવામાં હવે રાનુની ત્રીજું ગીત પણ સામે આવી ગયું છે.

સૌથી ખાસ વાત એ છે કે આ ગીત હિમેશ રેશમિયાના જ સુપરહિટ સોન્ગનું વર્ઝન છે. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇલર થઇ રહ્યો છે જેમાં રાનુ હિમેશ રેશમિયાના ગીત ‘આશિકી મૈં તેરી’ ગીતને ભરપૂર મસ્તી અને આત્મવિશ્વાસની સાથે ગાતી જોવા મળી રહી છે.
વિડિયોને હિમેશે પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. રાનુ આ ગીતને ગાઈને ખુબ એન્જોય કરી રહી છે. આ ગીત 13 વર્ષ પહેલા 2006 માં રિલીઝ થયેલી ફિલ્મ ’36 ચાઈના ટાઉન’ ના ગીત આશિકી મૈં તેરી નું રીમેક છે. ગીતના લેટેસ્ટ વીડિયોમાં રાનુ અલાપ આપતી દેખાઈ રહી છે, અને બેકગ્રાઉન્ડમાં પણ આશિકી મૈં તેરી નું મ્યુઝિક પ્લે થઇ રહ્યું છે. રાનુના આ વીડિયોને પણ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

રાનુ મંડલના આ વીડિયોને ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ની અભિનેત્રી સોનિયા માને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં સોનિયા હિમેશની સાથે લીડ રોલમાં જોવા મળશે. સોનિયાએ વિડીયો શેર કરતા લખ્યું કે,”તેરી મેરી કહાની પછી હિમેશ પોતાના જ ગીત આશિકી મૈં તેરી ને હેપ્પી હાર્ડી એન્ડ હીર માટે રીક્રીએટ કરી રહ્યા છે, જેમાં તે પોતે અને રાનું મંડલ ગાઈ રહ્યા છે”.
જણાવી દઈએ કે માત્ર 16 કલાકમાં આ વીડિયોને 2 લાખથી વધારે વાર જોવામાં આવી ચુક્યો છે. ફૈન્સ પણ હિમેશ રેશમિયાના ખૂબ વખાણ કરી રહ્યા છે કે,”તમે એક મહાન કામ કરી રહ્યા છો”.
જુઓ રાનુ મંડલના ત્રીજા ગીત રેકોર્ડિંગનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks