ઇન્ટરનેટ સેન્સેશન રાનુ મંડલ આજે તેના દમ પર એક મોટી હસ્તી બની ગઈ છે. થોડા દિવસ પહેલા રાનાઘાટ રેલવે સ્ટેશન પર બેસીને ગીત ગાઈને ગુજરાન ચલાવનાર રાનુ આજે હસ્તી તરીકે ઓળખાવવા લાગી છે. કહેવાય છે કે નસીબ આડે પાંદડું હટતા કોઈ જ વાર નથી લાગતી.
રાનુ મંડલનો રેલવે સ્ટેશન પર બેસી ‘ ઈક પ્યાર કા નગ્મા’ ગીતનો વિડીયો સોશિયલ મીડિયાના વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ હિમેશે તેની આગામી ફિલ્મ ‘ હેપી હાર્ડી અને હિર’માં ગીત ગાવવાનો મૌકો આપ્યો હતો. આ ગીત બુધવારે જ રિલીઝ કરવામાં આવ્યું હતી.
આ ખાસ મૌકો પર એક પ્રેસ કોન્ફ્રરસ રાખવામાં આવી હતી. જ્યાં ઘણા પત્રકારો પહોંચ્યા હતા. જેઓએ રાનુની અંગત જિંદગીને લઈને સવાલ કર્યા હતા.
પ્રેસ કોન્ફ્રન્સમાં જયારે રાણુને તેની પુત્રી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું હતું કે, તેની એવી કોઈ પરિસ્થિતિ હશે કે જેથી તે મને મળવા ના આવી શક્તિ હોય. હું એને દોષ નથી દેતી. ‘ ‘Its Enough’ ત્યરબાદ જયારે રાનુને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારે પણ વિચાર્યું હતું કે, તે એક દિવસ સેલિબ્રિટી બનશે ?
આ સવાલના જવાબમાં રાનુએ કહ્યું હતું કે, શું તમે God પર વિશ્વાસ કરો છો ? યસ અથવા નો. ત્યારે પત્રકારોએ કહ્યું હતું કે, જી હા. ત્યારે રાનુ બોલી હતી-‘Thats Why’ ત્યારબાદ તે આગળ વધી ગઈ હતી.
આ ઇન્ટરવ્યૂ બાદ ખબર પડી હતી કે રાનુ ભણેલી-ગણેલી છે.સાથે જ સારું એંગ્રેજી પણ બોલી શકે છે.પણ પરિસ્થિતિએ તેને ભીખ માંગવા માટે મજબુર કરી હશે. પરંતુ હવે તેનું નસીબ ચમકી ગયું છે.
તો થોડા દિવસ પહેલા રાનુ મંડળની પુત્રીએ મેનેજર અતીન્દ્ર ચક્રવતી પર આરોપ લગાવ્યો હતો કે, તે તેની માતાને મળવા નથી દેવા માંગતો. સાથે જ પગ તોડી નાખવાની પણ ધમકી આપી હતી.
View this post on Instagram
#deepshikhadeshmukh #ranumodalsinger #himeshreshammiya #ranumandal #happyhardyandheer #tips
આ પ્રેસ કોન્ફ્રન્સમાં જયારે રાનુના મેનેજર અતિદ્રને રાનુની પુત્રીના આરોપ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને જવાબમાં જણાવ્યું હતું કે,આ બધું સાવ ખોટું છે. શાયદ તે કોઈના દબાણમાં આવીને બોલતી હોય એવું લાગે છે. હું ખુશ છું કે, રાનુ મંડલ આજે ભિખારીમાંથી સેલિબ્રિટી બની ગઈ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks