‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ગીતથી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી રાનુ મંડલ આજે આખા દેશની ધડકન બની ગઈ છે. રાનુને બોલીવુડના સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મમાં ગીત ગાવા માટે મૌકો આપ્યો છે. પરંતુ રાનુનો એક સમય એવો હતો કે જે કોઈ જાણતો નથી.તે સ્ટેશન પર ગીત ગાઈને પેટનું ગુજરાન ચલાવે છે. તો આવો જાણીએ કેવી રીતે જીરોમાંથી હીરો બની હતી.
રાનુ મંડલ બંગાળમાં નદીયા જિલ્લાના રાણાઘાટની રહેવાસી છે. તેના લગ્ન મુંબઈમાં રહેનારા બાબુલ મંડલ સાથે થયા હતા. પતિના મૃત્યુ બાદ તે ફરી રાનાઘાટ આવી ગઈ હતી.
રાનુને તેના ઘરના વધારો સપોર્ટ મળ્યો ના હતો. ત્યારે તે તેનું પેટ ભરવા માટે સ્ટેશન પર બેસીને ગીત ગાવા લાગી હતી. અહીંના લોકો તેને પૈસા અને જમવાનું આપતા હતા.માતાની આવી હાલત જોઈને તેની પુત્રીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. રાનુએ જણાવ્યું હતું કે, શરમના કારણે તેની સાથે કોઈ સંબંધ રાખતું ના હતું. તેણીએ છેલ્લા 10 વરસથી તેની પુત્રી સાથે વાત નથી કરી.
ત્યારે રાનુ પાસે આજે નામ પણ છે અને પૈસા પણ છે. રાનુ પર નસીબ મહેરબાન થતા 10 વર્ષ બાદ રાનુની પુત્રી પણ પાછી આવી છે. બન્નેનો સાથે ગીત ગાતો વિડીયો વાયરલ થયો છે.
રાનુનો તેની પુત્રી સાતી રોય સાથે એક ગીત ગાતો વિડીયો વાયરલ થયો છે. સાતી રોયના તલાક થઇ ગયા છે. સાતીને એક પુત્ર છે. તે કરિયાણાની દુકાન ચલાવી રહી છે. ભલે લોકો સાતીને ટોણા મારતા હોય કે તે તેની માતા પાસે પૈસા અને પ્રસિદ્ધિને કારણે આવી છે.
પરંતુ અતિન્દ્રએ એક પોસ્ટ લખી ફેસબુકમાં શેર કરી હતી. અતીન્દ્રએ બાંગ્લા ભાષામાં લખ્યું હતું કે, ‘આજે હું સાચે જ ખુશ છું. ફક્ત ભગવાન જ જાને છે કે હું કેટલો ખુશ છું.પૈસા જીવનમાં કોઈ મોટી વાત નથી. પરંતુ મારા એક વીડિયોને કારણે આજે 10 વર્ષ બાદ રાનુને તેની પુત્રી પાછી મળી ગઈ છે.
રાનુનો વિડીયો રાનાઘાટ સ્ટેશન પર અતિદ્ર ચક્રવતી નામના યુવકે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વિડીયો 21 જુલાઈના રોલ વાયરલ થઇ ગયો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks