જીવનશૈલી મનોરંજન

રાનુ મંડલ: એક રાતમાં સ્ટાર અને એક મહિનામાં ચમત્કાર, ફાટેલા કપડાથી લઈને ચમચમાટી સાડી સુધી સફર- રસપ્રદ લેખ

રાનુ મંડલ આજે એક એવી વ્યક્તિ બની ગઈ છે જેને આજે પૂરો દેશ ઓળખવા લાગ્યો છે. રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને રાતોરાત સ્ટાર બનનારી રાનુ મંડલની દરેક રોજ કોઈને કોઈ ખબર આવતી જ રહે છે. આગળના દિવસોમાં રાનુના જીવનમાં ઘણા બદલાવો આવ્યા છે.

Image Source

આજે રાનુ મંડલ ઇન્ટરનેટ સંસનની બની ગઈ છે. એવામાં તસ્વીરો દ્વારા આજે અમે તમને રાનુ મંડલની ફાટેલી સાડીથી લઈને ચમચમાતી સાડી સુધીની સફર વિશે જણાવીશું.

Image Source

રાનુ મંડલ એક સમયે પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી હતી. અતીન્દ્ર ચક્રવર્તી નામના એક વ્યક્તિએ તેનો ગીત ગાઈ રહેલો વિડીયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જેના પછી તે રાતોરાત સ્ટાર બની ગઈ.

Image Source

અઠંગી-વીખેલા વાળ અને ફાટેલી સાડીમાં રાનુના વીડિયોને જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. એવામાં હવે દરેક જગ્યાઓ પર લોકો રાનુની મધુર અવાજના ગીતો સાંભળતા જોવા મળી રહ્યા છે. એવામાં રાનુની તુલના લતા મંગેશ્કરજી સાથે પણ કરવામાં આવવા લાગી છે.

Image Source

શરૂઆતમાં રાનુનું મેકઓવર કરવામાં આવ્યું હતું જેમાં તેણે ગુલાબી અને સિલ્વર રંગની સાડી પહેરી રાખી હતી, રેલવે સ્ટેશન પરની તસ્વીર અને અત્યારની તસ્વીર જોતા રાણુને ઓળખવી પણ મુશ્કિલ લાગી રહી છે.

Image Source

એવામાં સિનેમા જગતના જાણીતા ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયાએ રાનુને પોતાની ફિલ્મમાં ગીત ગાવાનો મૌકો આપ્યો. રાનુએ પહેલું ગીત ‘તેરી મેરી કહાની રેકોર્ડ’ કર્યું હતું જેનો વિડીયો પણ હિમેશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં રાનુ ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી હતી.

Image Source

જેના પછી રાનુના અન્ય બે ગીતો પણ સામે આવ્યા હતા. એવામાં રાનુ તેરી મેરી કહાની ગીતની લોન્ચ પાર્ટીમા પણ પહોંચી હતી જેમાં તેનો લુક એકદમ બદલાયેલો હતો. લાલ રંગની ચમચમાતી સાડીમા રાનુનો દેખાવ કોઈ ફિલ્મી સીતારાથી ઓછો ન હતો.

Image Source

આ ઇવેન્ટ દરમિયાન રાનુએ પોતાના દિલની વાત પણ કહી હતી. રાનુએ કહ્યું કે,”જો મને લોકોનો પ્રેમ ન મળતો તો કદાચ હું ગીત ગઈ શકી ન હોત. મારા પર ભગવાનની કૃપા છે જેને લીધે હું ગીત ગાઈ શકું છું.

Image Source

જ્યારે મેં ગીત શરૂ કર્યું હતું ત્યારે મેં વિચાર્યું પણ ન તું કે મારી સાથે આવું પણ થશે. પણ મને મારા અવાજ પાર પૂરો ભરોરો હતો”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks