આજકાલ સોશિયલ મીડિયા ધૂમ મચાવનાર રાનુ મંડલે સફળતાની ઊંચાઈ હાંસિલ કરી લીધી છે. બૉલીવુડ સિંગર હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મ ‘હેપી હાર્ડી અને હીર’નું સોન્ગ તેરી મેરી કહાની રાનુ મંડલ પાસે રેકોર્ડ કરાવ્યું હતું.
પરંતુ ખાસ વાત તો એ છે કે, રાનુ મંડલ ‘તેરી મેરી કહાની’ બાદ અન્ય એક સોન્ગ રેકોર્ડ કર્યું છે. આ વાતની જાણકારી ખુદ હિમેશ રેશમિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરીને આપી છે. વીડિયોમાં રાનુ મંડલ હિમેશ રેશમિયા સાથે સોન્ગ રેકોર્ડ કરતી નજરે ચડે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુજ વાયરલ થયો છે.
રાનુ મંડલના આ વીડિયોને પોસ્ટ કરતા હિમેશ રેશમિયાએ લખ્યું હતું કે, તેરી મેરી કહાનીના દમદાર પ્રદર્શન બાદ રાનુ મંડલના સુરીલા અવાજમાં હેપી હાર્ડી અને હીરનું વધુ એક ગીત રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. આ ગીતની એક ઝલક છે. આ આલાપ અને વોયસ ઓવર ગીતની થીમ છે. તમારા બધાના પ્રેમ ધન્યવાદ.
જણાવી દઈએ કે, રાનુ મંડલની સીંગીગ ટેલેન્ટથી હિમેશ રેશમિયા પ્રભાવિત થયો હતો. હિમેશ રેશમિયાએ સુપર સ્ટાર સિંગરના મંચ પર રાનુ મંડલનું ગીત ‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ સાંભળ્યા બાદ તેની પોતાની ફિલ્મમાં ગીત ગાવા માટે અનુરોધ કર્યો હતો.
હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે, સલમાન ખાનના પપ્પા કહેતા હતા કે, જયારે તમે કોઈ નવું ટેલેન્ટ જુઓ ત્યારે તેને આગળ લાવવાની કોશિશ કરજો. તેથી હું ઇચ્છુ છું કે તમે મારી ફિલ્મ માટે ગીત ગાઓ.
View this post on Instagram
Thanks a lot #ranu_mandol #musically #mumbai #bollywood #fashion #socialmedia
બોલીવુડમાં નસીબ અજમાવ્યા પહેલા રાનુ મંડલ પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશનમાં ગીત ગાઈને ગુજરાન ચલાવતી હતી. રણુના ગીત સાંભળીને તેને કોઈ ખાવાનું તો કોઈ પૈસા આપી જતું હતું. ત્યાં સુધી કે રાનુ મંડલ પાસે રહેવા માટે ઘર પણ ના હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks