એક સમયે રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને નાના એવા વિડીયો દ્વારા અને પોતાના મધુર અવાજથી સ્ટાર બનેલી રાનુ મંડલએ પોતાના પરિવાર વીશે જણાવીને એકવાર ફરીથી બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી બધાને એજ જાણકારી હતી કે તે રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પોતાનું જીવન વિતાવતી હતી, પણ તેણે પહેલી વાર ઇન્ટરવ્યૂમાં પોતાનો એક સારો અને સુખી પરિવાર હોવાનો ખુલાસો કર્યો છે.

લગભગ 60 વર્ષ પહેલા તે એક સારા એવા પરિવારમાં જન્મી હતી. દુર્ભાગ્યવશ તે પોતાના માતા-પિતાથી અલગ થઇ ગઈ અને તેની દાદીએ તેનું પોષણ કરીને મોટી કરી હતી. તેના લગ્ન એક રસોઈયા સાથે થયાં હતાં જે બૉલીવુડ સુપર સ્ટાર ફિરોઝ ખાનના ઘરે રસોઈ બનાવવાનું કામ કરતા હતા માટે તે પતિ સાથે પશ્ચિમ બંગાળથી મુંબઈ રહેવા માટે આવી ગઈ હતી.

રાનુએ કહ્યું કે,”હું કોઈ ફૂટપાથ પર જન્મી ન હતી પણ એક સારા પરિવારથી આવું છું. પણ આ મારું ભાગ્ય હતું જે મને અહીં સુધી લઇ આવ્યું”. આ સિવાય એ પણ કહ્યું કે,”ફિરોઝ ખાનના દીકરા તે સમયે કોલેજમાં ભણતા હતા અને તેનો પરિવાર અમારી સાથે ખુબ સારો વ્યવહાર કરતા હતા”.

રાનુએ કહ્યું કે તે સમયે તેણે મુંબઈની દુનિયાનો ખુબ આનંદ લીધો હતો, નવી નવી ફિલ્મો જોઈ હતી. પણ તેના પછી તેનો પરિવાર વિખેરાઈ ગયો અને ફરીથી તે પોતાના ઘર પશ્ચિમ બંગાળ ચાલી ગઈ હતી.
રાનુએ કહ્યું કે,”અમારી પાસે ઘર તો હતું પણ ઘરને લચાવવા માટે લોકોની જરૂર હોય છે. હું વર્ષો સુધી એકલી જ રહી છું આ દરમિયાન મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પણ મને હંમેશાથી જ ભગવાન પર ભરોસો રહ્યો હતો. હું મોટાભાગે પરિસ્થિતિના અનુસાર ગાતી હતી, મને વાસ્તવમાં ક્યારેય ગીત ગાવાનો મૌકો મળ્યો ન હતો, મને ગીતો સાથે ખુબ જ પ્રેમ છે માટે જ હું ગીતો ગાતી હતી. હું લતા મંગેશકરજી પાસેથી ગીતો સિખતી હતી. હું તેના ગીતોના રેડિયો અને કેસેટ સાંભળીને શીખતી હતી”.

તાજેતરમાં જ રાનુનું હિમેશ રેશમિયા સાથેનું ત્રીજું ગીત રેકોર્ડ થયું છે. રાનુએ કહ્યું કે, હું મુંબઈમાં મારું ઘર લેવા માંગુ છું કેમ કે વારંવાર ફ્લાઇટ દ્વારા ઘરેથી મુંબઈ આવવું થોડું કઠિન છે. મુંબઈની સંગીતની દુનિયા સાથે જોડાવું મારા માટે ખુબ મોટી વાત છે. માટે હવે હું મુંબઈમાં જ રહેવા માંગુ છું. જો કે મને ભગવાન પર ભરોસો છે, હું એનાથી વધારે કંઈજ વિચારી નથી રહી”.

રાનાઘાટ રેલવે સ્ટેશનની ગાયિકા રાનુ આજે ઇન્ટરનેટ સનસની અને નવોદિત બૉલીવુડ ગાયિકા છે. તેણે કહ્યું કે,”મારા જીવનની કહાની ખુબ જ લાંબી છે. મારા જીવન પર એક ફિલ્મ પણ બની શકે છે જે ખુબ જ ખાસ રહેશે”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks