જીવનશૈલી

રાતો રાત ‘લતા મંગેશકર ઓફ રાનાઘાટ’ બની રાનુ મંડલ, હવે આવી રીતે ચલાવે છે પોતાનું જીવન

એક સામાન્ય મહિલામાંથી સંગીતકાર બનેલી રાનુ મંડલ વિશે લખવું, તેના વીતેલા જીવન વિશે વિચારવું અને તેને મળવુંહજુ પણ આશ્ચર્ય જનક લાગે છે. સંગીતકાર હિમેશ રેશમિયાની એક ફિલ્મમાં ગીતા ગાવવું અને કેટલાક ટીવી શોમાં આવ્યા પછી રાનુ મંડળનો ચહેરો પુરા દેશમાં છવાઈ ગયો છે. દેશમાં બધા જ લોકો તેને ઓળખતા થઈ ગયા છે. રાનુ મંડલ આજે પણ બેગોપાડા જ રહે છે જે રાનાઘાટ સ્ટેશનની નજીક જ આવેલું છે. રાનાઘાટ સ્ટેશનના 4 નંબરના પ્લેટફોર્મ પર લતા મંગેશકરનું ગીત ગાતા રાનુ મંડલનું નસીબ બદલાઈ ગયું હતું.

Image Source

જણાવી દઈએ કે,  કોલકાતાથી રાનાઘાટ લગભગ 72 કિલોમીટર દૂર છે, અહીં નજીકની એક જગ્યા છે રથતલા, જ્યાં હિન્દી ફિલ્મની એક્ટ્રેસ રાખી ગુલઝાર રહેતી હતી. રાનાઘાટ, રાનુ મંડલ અને રાખી આ ત્રણ નામ હવે આ જગ્યાની ઓળખાણ બની ગયા છે.

Image Source

બેગોપાડામાં જન્મી રાનુ મંડલ પહેલા કોલકાતામાં પોતાની માસી સાથે રહેતી હતી. લગ્ન પછી તે પતિ બબલુ મંડલની સાથે જતી રહી હતી. ગીત ગાવવું અને ગુનગુનાવું રાનુનો શોખ બની ગયો હતો. રાનુનું કહેવું છે કે રેડિયોના ગીત તેમના દિલ દિમાગમાં જગ્યા કરી ગયા હતા. રાનુને ગીત ગાયા વગર ચાલતું ના હતું. પરંતુ તને પતિને આ બધું પસંદ ન હતું. રાનુએ જણાવ્યું હતું કે, તેના પતિ અભિનેતા ફિરોજ ખાનના ઘરે રસોઈ કરતા હતા. તેના પતિ અને તેમને વચ્ચે થોડી સંબંધમાં તિરાડ આવતા હતા તે ફરી બેગોપાડા આવી ગઈ હતી. રાનુના બે બાળકો હતા. 2009 માં પતિ બબલુ મંડળનું દેહાંત થઈ ગયું.

Image Source

પછી જોડુ મંડલ નામના એક વ્યક્તિ સાથે રાનુના લગ્ન થયા. તેને બે બાળકોને જન્મ આપ્યો એક દીકરો અને એક દીકરી હતા, પરંતુ રાનુની ગીત ગાવવાની આદતથી બધા તેને પાગલ સમજવા લાગ્યા અને બધા તેનો સાથે છોડીને જતા રહ્યા. તેને પછી રાનુ રાનાઘાટ સ્ટેશનને પોતાનો બસેરો બનાવી દીધો હતો. તે સવારે સ્ટેશન આવતી અને ગીતો ગાતી હતી. આ રાનુ મંડલની દિનચર્યા બની ગયું હતું. એક દિવસ અતીન્દ્ર ચક્રવર્તી નામના એક યુવકે રાનુ મંડલનો એક વિડિયો બનાવ્યો અને તેને પોતાના ફેસબૂક પેજ પર શેર કર્યો. આ વિડીયો એવો વાઇરલ થયો કે રાનુની આવાજ લગભગ 30 લાખ લોકો સુધી પહોંચી હતી.

Image Source

પછી સંગીતકાર હિમેશ રેશમિયાએ અતીન્દ્ર ચક્રવર્તીને સંપર્ક કર્યો અને રાનુ મંડલ રાતો રાત ‘લતા મંગેશકર ઓફ રાનાઘાટ’ બની ગઈ. આ રીતે હિમેશ રેશમિયાએ રાનુના પોતાની ફિલ્મ ‘હેપ્પી, હાર્ડી એડ હીર’માં તેને ચાર ગીતો ગાવવાની તક મળી. આ ફિલ્મનું ‘તેરી મેરી કહાની’ ગીત બધાની મોઢા પર ચડી ગયું હતું. આ ફિલ્મ આ મહિના જ આવવાની છે.

Image Source

રાનુ મંડલનું જિંદગી બદલવામાં અતીન્દ્ર ચક્રવર્તી ઉપરાંત તપન દાસ અને મીઠું રોજરીયાનું નામ પણ શામેલ છે. તપન દાસ રાનુનો મેનેજર છે તેને જણાવ્યું હતું કે રાનુએ કુવૈત અને અબુધાબીમાં સ્ટેજ શો કર્યા છે. નવેમ્બરમાં થયેલા અબુધાબીમાં હિમેશ રેશમિયા અને તેની પુરી ટિમ પણ ત્યાં રાનુની સાથે હતી. કેરળની એક મલયાલી ફિલ્મ માટે વાતચીત ચાલુ છે. જો બધું સારું રહ્યું તો મલયાલી ભાષામાં કેટલાક ગીતો માટેનો કરાર થઈ શકશે. રાનુ મંડળની જીવન જીવવાનું માધ્યમ હાલ તો સ્ટેજ શો જ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.