મનોરંજન

રાનુ મંડલનું આ ગીત લોકોએ 1 કરોડથી વધુ લોકોએ જોયું, તમે જોયું કે નહિ?

પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલનું પહેલું ગીત ‘તેરી મેરી કહાની’ રિલીઝ થઇ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ રાતોરાત પ્રખ્યાત થયેલી રાનુ મંડલનું આ ગીત હિમેશ રેશમિયાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ નું છે. રિલીઝ થતાની સાથે જ રાનુનું આ ગીત યુટ્યુબ પર ટ્રેંડમાં છે. જે પણ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બોલીવુડ ગાયક હિમેશ રેશમિયા રાનુ મંડલની ગાયિકીથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાની આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ માટે રાનુને ગાવાની વિનંતી કરી. જેની સાથે જ રાનુએ બોલિવૂડમાં પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

રાનુ મંડલના આ ગીતની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહયા હતા. જોકે, હવે ચાહકોની આ પ્રતીક્ષા પૂરી થઈ છે. ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ ના ‘તેરી મેરી કહાની’ ગીત સિવાય રાનુ મંડલે હિમેશ રેશમિયા સાથે ‘અદાત’ અને ‘આશિકી મે તેરી’ ગીતો રેકોર્ડ કર્યા છે. રાનુ મંડલની પ્રતિભા જોતા તેના ઘણા ચાહકો પણ બની ગયા છે.

જુઓ વિડીયો:


રાનુ મંડલનું પહેલું ગીત ‘તેરી મેરી કહાની’ ફેન્સને એટલું પસંદ આવ્યું છે કે,ચાર દિવસમાં આ ગીતને 1 કરોડથી વધારે વ્યુ થઇ ગયા છે. યુટ્યુબ પર રાનુ મંડલ અને હિમેશ રેશમિયાનું આ ગીત ટ્રેન્ડિંગમાં બીજા નંબર પર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks