મનોરંજન

રાનુ મંડલની દીકરીને લોકોએ ખરીખોટી સંભળાવી તો આવું કહીને તેણીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું રાનુની દીકરીએ લોકોને

રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વિડીયો વાયરલ થતાની જ સાથે રાતોરાત તે સુપરસ્ટાર બની ગઈ છે. તેને બોલિવૂડની ફિલ્મ માટે ગીત ગાવાની તક પણ મળી ચુકી છે. એક તરફ માના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, તો બીજી તરફ રાનુની દીકરી એલિઝાબેથ સાઠી રોયને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં એલિઝાબેથ સાઠી રોયે કહ્યું કે તેને પોતાની માનું ધ્યાન રાખવાની કોશિશ કરી પણ એ કરી શકી નહીં. જો કે માના ફેમસ થયા બાદ દીકરીના પાછા આવવાથી તેને ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે.

 

View this post on Instagram

 

Beach life..#like #himeshreshammiya #love #ranu

A post shared by Ranu mondal (@ranu.mondal_) on

એક ટ્વીટર યુઝર્સે લખ્યું, ’10 વર્ષ પહેલા રાનુની એક માત્ર દીકરીએ તેમને રસ્તા પર ભીખ માંગવા માટે છોડી દીધા. તેને ક્યારેય પણ એ વાતની ખબર ન લીધી કે તેની મા જીવે છે કે નહિ. રાનુ પોતાનું પેટ ભરવા માટે ગીત ગાતી હતી. જેવી તે ફેમસ થઇ તેમની દીકરી પાછી આવી ગઈ. પરંતુ એની મા પછી પણ સ્માઈલ કરી રહી છે.’

બીજા યુઝરે લખ્યું, ‘તમે મને જે કહો એ, પણ આ સ્ત્રીએ પોતાની માને રસ્તા પર ભીખ માંગવા માટે છોડી દીધી હતી. જેવું રાનુ મંડલને નામ અને કામ મળી ગયું તો અચાનક તેને પોતાની માની યાદ આવી ગઈ. આ માને જુઓ કેવી રીતે દીકરીનું સ્વાગત કરી રહી છે, પણ મને તેમની દીકરીથી નફરત છે.’

એલિઝાબેથે ટ્રોલર્સને જવાબ આપતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘મને ખબર ન હતી કે માતા રેલવે સ્ટેશન પર ગાય છે કારણ કે હું તેમને હંમેશા મળવા જઈ શકતી ન હતી. હું કેટલાક મહિનાઓ પહેલા કલકત્તાના ધર્માતલા ગઈ હતી, જ્યા મેં મારી માતાને કોઈ કારણ વિના બસ સ્ટેન્ડ પર બેસેલા જોયા હતા. મેં તમને તરત જ 200 રૂપિયા આપીને ઘરે જવા કહ્યું હતું. હું મારી માને 500 રૂપિયા મોકલ્યા કરતી હતી. હું ડિવોર્સી છું અને સિંગલ મધર છું. હું મારા ચાર વર્ષના બાળકનું ધ્યાન રાખું છું. હું સુરીમાં એક કરિયાણાની નાની દુકાન ચાલવું છું. તેમ છતાં હું મારાથી જેટલું થઇ શકે એટલું માનું ધ્યાન રાખતી હતી. મેં મારી માને અનેકવાર મારી સાથે આવીને રહેવા કહ્યું, પણ મારી માને અમારી સાથે રહેવું જ નથી. તો પણ લોકો મને જ દોષ આપે છે. બધા જ મારી વિરુદ્ધ થઇ ગયા છે. હવે હું કોની પાસે જાઉં?’

 

View this post on Instagram

 

After 10 year 😭#ranu #himeshreshammiya #singers #daughter #love

A post shared by Ranu mondal (@ranu.mondal_) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks