આખરે મળી જ ગયો રાનૂ મંડલને તેનો બોયફ્રેન્ડ? અડધી ઉંમરના છોકરા સાથે બાઇક પર બેસી ફરમાવી રહી હતી ઇશ્ક- જુઓ વીડિયો

છોકરા સાથે બાઇક પર રાનૂ મંડલ, પગ હલાવતા આવી નજર, લોકો બોલ્યા- ગરુડ પુરાણમાં આની અલગ સજા છે

તમને રાનુ મંડલ યાદ હશે, જે સોશિયલ મીડિયા પર પોતાના અવાજનો જાદુ ચલાવતી હતી. તેણે લતા મંગેશકરનું ગીત ગાઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. આ વીડિયોએ રાનુ મંડલનું આખું જીવન બદલી નાખ્યું. રાનુ મંડલે પોતાના કરિયરની શરૂઆત લતા મંગેશકરના ગીતો ગાઈને જ કરી હતી. તેનું સિંગિંગ કરિયર ભલે સફળ ન રહ્યુ હોય, પરંતુ તેના વીડિયો ચોક્કસ વાયરલ થાય છે. ક્યારેક ડાન્સ તો ક્યારેક મેકઅપ વીડિયોથી વાયરલ થઈ રહેલી રાનુ મંડલ આ વખતે એક છોકરા સાથે બાઇક પર બેઠેલી જોવા મળી રહી છે.

હવે રાનુનો એક નવો વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના કરતાં અડધી ઉંમરના છોકરા સાથે બાઇક પર બેસીને રોમેન્ટિક થતી જોવા મળી રહી છે. લોકોને રાનુ મંડલની આ રોમેન્ટિક શૈલી પસંદ આવી રહી છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાનુ મંડલ એક છોકરા સાથે બાઇક પર બેઠી છે. તેણે બ્લુ કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો છે. રાનુ મેકઅપ વગરના લુકમાં જોવા મળી રહી છે. બાઈક પર બેસીને બંને હ્રતિક રોશનની ફિલ્મ ક્રિશના ગીત પર લિપ-સિંક કરતા જોવા મળી રહ્યા છે.

જો કે, ઘણા લોકોને રાનુની નવી સ્ટાઈલ પસંદ આવી તો કેટલાક લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. રાનુ મંડલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ તેના પર કોમેન્ટ્સનો વરસાદ શરૂ કરી દીધો હતો. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘લાગે છે કે રાનુને બોયફ્રેન્ડ મળી ગયો છે’. ત્યાં બીજા એક યુઝરે લખ્યું- ‘તમને શરમ આવે છે, તમારી અને છોકરાની ઉંમર જુઓ’. રોહન શો નામના યુઝરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લાઈક્સ મળી છે.

દરેક કોમેન્ટમાં શાનદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે કહ્યુ- ગરુડ પુરાણમાં આ માટે અલગથી સજા છે, તો એકે કહ્યુ આખરે રાનુને તેનો કાનુ મળી ગયો. જણાવી દઈએ કે રાનુ મંડલ લતા મંગેશકરનું ગીત ગાઈને રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ આ સફળતા લાંબો સમય ટકી નહીં. નવેમ્બર 2019 માં, રાનુ મંડલે હિમેશ રેશમિયા સાથે ત્રણ ગીતો પણ રેકોર્ડ કર્યા હતા, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેની બગડતી આર્થિક સ્થિતિના સમાચાર મીડિયામાં આવ્યા હતા. જે બાદ હવે રાનુ મંડલે સોશિયલ મીડિયા પર અદ્ભુત અને વિચિત્ર વીડિયો બનાવવાનું શરૂ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rohan Shaw (@rohanyt779)

Shah Jina