મનોરંજન

ગીત લોન્ચિંગ ઇવેન્ટ પર ઈમોશનલ થઇ રાનુ મંડલ, કહ્યું કે-ભગવાનની ઈચ્છા હશે તો હું ફરી બાળકો…

પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવેસ્ટેશન પર ગીત ગાઈને ગુજારો કરનાર રાનુ મંડલનું પહેલું ગીત ‘તેરી મેરી કહાની’ રિલીઝ થઇ ચૂક્યું છે. ખાસ વાત તો એ છે કે, રાનુ મંડલનું આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

‘તેરી મેરી કહાની’ ગીત બુધવારે ઓફિશિયલી રિલીઝ થઇ ચૂક્યું છે. મુંબઈના એક કાર્યક્રમ દરમિયાન આ ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાનુ મંડલ, હિમેશ રેશમિયા અને ‘હેપી હાર્ડી એન્ડ હીર’ ફિલ્મના બાકીના સભ્યો પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

#RanuMandol at the launch of her first song #TeriMeriKahani . . . #ranumondal #happyhardyandheer @realhimesh #himeshreshammiya @tips

A post shared by Indian Express Entertainment (@indian_express_entertainment) on

હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મ ‘હેપી હાર્ડી એન્ડ હીર’ માટે રાનુએ તેનું પહેલું ગીત ‘તેરી મેરી કહાની’ રેકોર્ડ કર્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ ગીતની એક ઝલકને જ લોકોને દીવાના બનાવી દીધા હતા. ત્યારે હવે આખું ગીત સામે આવ્યું છે.

સોન્ગ લોન્ચ દરમિયાન રાનુ સાથેની વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે, તે બહુજ ખુશ છે. ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. જજે લોકોએ આટલો પ્રેમ આપ્યો, તેના ગીતને વખાળ્યું તેને ધન્યવાદ કહે છે.

 

View this post on Instagram

 

Two phases of life: Left, #RanuMandol during her train singing days and, right, after the makeover.

A post shared by Ayan Ganguly (@ayanganguly108) on

એક મીડિયા દ્વારા રાનુને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હાલ તો તે સફળતાનાં શિખર પર પહોંચી ગઈ છે. ત્યારે તેના બાળકો પાસે ફરી જશે ? આ સવાલના જવાબમાં રાનુએ કહ્યું હતું કે, હાલ તો બધું ઠીકઠાક થઇ રહ્યું છે. ઈશ્વરની મરજી હશે અને ઈશ્વર ઇચ્છશે તો હું બાળકો પાસે પછી જઈશ. એન ફરી અમે એક થઇ શકીશું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks