મનોરંજન

આવી ગયું રાનુ મંડલના પહેલા ગીતનું ટીઝર, રિલીઝ થતા જ મચાવી દીધી ધૂમ, જુઓ વિડીયો

પશ્ચમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડલ આજે કામિયાબીની સીઢીઓ ચઢી રહી છે. રાનુના એક વીડિયોએ તેને રાતો રાત સ્ટાર બનાવી દીધી. તેના ગીતથી બૉલીવુડ અભિનેતા અને સિંગર હિમેશ રેશમિયા  એટલા પ્રભાવિત થયા કે તેણે રાનુંને પોતાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ માટે ગીત ગાવાનો અનુરોધ કર્યો હતો.

Image Source

એવામાં હવે રાનુ મંડલ અને હિમેશ રેશમિયાના ગીત ‘તેરી મેરી કહાની’નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર રિલલીઝ થવાની સાથે જ યુટ્યુબ પર તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ફૈન્સને તેનું આ ગીત ખુબ પસંદ આવી રહ્યું છે. આ ગીતમાં હિમશ પણ રાનુની સાથે દેખાઈ રહ્યા છે.

Image Source

પોતાની ગાયકીથી રાતોરાત ફેમસ થનારી રાનુના પહેલા ગીતની લોકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આખરે હવે લોકોની રાહ પુરી થવા જઈ રહી છે.

Image Source

જણાવી દઈએ કે તેરી મેરી કહાની ગીત આવતી કાલે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. રાનુ અત્યાર સુધી હિમેશ માટે ત્રણ ગીત રેકોર્ડ કરી ચુકી છે જેમાં તેરી મેરી કહાની, આદત અને આશિકી મૈં તેરી શામિલ છે.

Image Source

રાનુ મંડલના ટેલેન્ટને જોતા તેના ઘણા ફૈન્સ બની ચુક્યા છે. તેના આવા ટેલેન્ટના વખાણ લતા મંગેશ્કરજીએ પણ કર્યા હતા, અને એક સલાહ પણ આપી હતી. જો કે આ સલાહ માત્ર રાનુ માટે જ નહિ પણ દરેક સિંગર્સ માટે હતી. તેમ છતાં લતાજીની આવી સલાહે ફૈન્સને નારાજ કરી દીધા હતા.

જુઓ ટીઝરનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks