એક સમયે રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને ગુજરાન ચલાવનારી રાનુ મંડલ આજે બેસ્ટ સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયા માટે ગીતો રેકોર્ડ કરી રહી છે. આગળના દિવસોમાં જ રાનુ મંળલનું ગીત ‘તેરી મેરી કહાની’ રિલીઝ થયું હતું જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. એવામાં રાનુના બીજા ગીત ‘આદત’નો રેકોર્ડિંગ વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે.

ગીતના રિલીઝ પહેલા હિમેશ રેશમિયાએ ‘આદત’ ગીતનો તેનો મેકિંગ વિડીયો શેર કર્યો છે. જેમાં રાનુ મંડલ ગીત ગાતી જોવા મળી રહી છે અને હિમેશ તેને માર્ગદર્શન આપતા દેખાઈ રહ્યા છે. મેકિંગ વિડીયો સામે આવતાની સાથે જ વાઇરલ થઇ ગયો છે. અત્યાર સુધી આ વીડિયોને 83,000 જેટલા લોકો દ્વારા જોવામાં આવી ચુક્યો છે.

વિડીયો શેર કરતા હિમેશે લખ્યું કે,”આદતની મેકિંગના દરમિયાન મને એ અનુભવ થયો કે રાનુનો અવાજ માત્ર એક ગીતને પ્રભાવીત કરવા માટે નથી. તમે પણ મારી આ વાત પર સહમત થશો જ્યારે તમે એકવાર આદત ગીત સાંભળશો. તેના અવાજમાં એકદમ જાદુ છે, તમારા બધાના સમર્થન માટે આભાર”.
આગળના સમયમાં રાનુના વિડીયો પર લતા મંગેશ્કરજીએ કહ્યું હતું કે હંમેશા પોતાના વાસ્તવિક અવાજમાં જ ગીત ગાવા જોઈએ અને નકલ ન કરો. તેના પર રાનુએ કહ્યું હતું કે,”હું લતાજીના હિસાબે નાની હતી, નાની છું અને હંમેશા નાની જ રહીશ. તેનો અવાજ મને બાળપણથી જ ખુબ પસંદ છે. જ્યારે હું ગામ છોડીને કલકતા આવી ત્યારે રેડિયો પર લતાજીના ગીતો સાંભળતી હતી. લતાજીના સુરીલા અવાજને લીધે જ તેને સ્વર કોકિલા કહેવામાં આવે છે”.

તેરી મેરી કહાની ગીતના લોન્ચિંગના દરમિયાન જ્યારે હિમેશને લતાજીની આવી સલાહ પર પૂછવામાં આવ્યું તો હિમેશે કહ્યું કે,”દરેક લોકો કોઈને કોઈથી પ્રભાવિત થાય છે. તેવી જ રીતે રાનુ મંડલ લતાજીથી પ્રેરીત થયેલી છે. જેમ કે કુમાર સાનુ પોતાને કિશોર કુમારથી પ્રેરિત થયેલા જણાવે છે. કોઈ લતાજી જેવું ન બની શકે. તે એક મહાન ગાયિકા છે અને તેની જે યાત્રા રહી છે તેનાથી કોઈપણ પ્રેરીત થઇ શકે છે, તેવી જ રીતે રાનુ પણ પ્રેરીત થઇ, પણ એ વાત પણ સાચી છે કે રાનુ જન્મથી જ એક ટેલેન્ડેટ વ્યક્તિ રહી છે”.
જુઓ રાનુ મંડલનો ‘આદત’ ગીતનો મેકિંગ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks