સોશિયલ મીડિયા આજે વાયરલ વીડિયોનું એક બહુ જ મોટું હબ બની ગયું છે, આજે નાનામાં નાની ઘટનાને પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા વાર નથી લાગતી, ઘણા લોકો સોશિયલ મીડિયામાં પોતાના ટેલેન્ટને પણ બતાવતા હોય છે અને તેના દ્વારા તેમને નામના પણ મળતી હોય છે. ત્યારે હાલ એક દાદીનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે અનુપમા ધારાવાહિકના સાચા ચાહક જોવા મળી રહ્યા છે.
અનુપમા ધારાવાહિક આજે ટીઆરપીમાં ટોપ ઉપર આવતી ધારાવાહિક છે, દેશના મોટાભાગના ઘરમાં આ ધારાવાહિક આજે જોવામાં આવે છે અને લોકો પણ આ ધારાવાહિકને પણ ખુબ જ પસંદ કરે છે. ખાસ કરીને મહિલાઓ આ ધારાવાહિકને વધુ પસંદ કરે છે, આ ધારાવાહિક આવવાનો સમય થાય એટલે મોટાભાગના ઘરની અંદર સન્નાટો છવાઈ જતો હોય છે અને બધા જ ટીવી સામે ગોઠવાઈ જાય છે.
ત્યારે અનુપમા ધારાવાહિકનો નશો એક દાદી ઉપર પણ ચઢેલો જોવા મળી રહ્યો છે. જેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોની અંદર અનુપમા ધારાવાહિકની વાતો ઘરમાં ચાલતી જોવા મળી રહી છે, ત્યારે ઘરમાં કોઈ વ્યક્તિ દાદીમાંને અનુપમા વિશે કઈ કહે છે.
આ વ્યક્તિના કઈ કહ્યા બાદ તરત જ દાદીમા તડૂકી પડે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે, “અનુપમાનો વાંક નથી.” વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘરમાં કોઈ બાબતે ચર્ચા ચાલી રહી છે. ત્યારે ઘરમાં બેઠેલા દાદીમા કહે છે કે “હું કોઈનું ઉપરાણું ના લઉં, વહુનું પણ લઉં અને દીકરીનું પણ લઉં” ત્યારે ત્યાં હાજર પરિવારનું એક વ્યક્તિ કહે છે, “આમ તો અનુપમાનો પણ વાંક છે.”
View this post on Instagram
ત્યારે દાદીમા કડક શબ્દોમાં જણાવી દે છે કે, “અનુપમાનો વાંક નથી. બિલકુલ વાંક નથી.” દાદીમાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ દાદીનું નામ રંજનબેન ઠક્કર છે. તેમને બધા રંજુ માસી તરીકે ઓળખે છે. ત્યારે આ વીડિયોના કારણે રંજુ માસી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા. તેમનો અનુપમા પ્રત્યેનો પ્રેમ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.