રણજિતસિંહ ક્રિકેટ જગતનું એક જાણીતું નામ છે. રણજીતસિંહનો જન્મ 10 સપ્ટેમ્બર 1872ના રોજ ગુજરાતના નવા નગરમાં થયો હતો.રણજીતના જન્મના પાંચ વર્ષ બાદ 1977માં ટેસ્ટ ક્રિકેટની શરૂઆત થઇ હતી. તેઓ ટેનિસ રમવાનું વધારે પસંદ કરતા હતા. ઇંગ્લેન્ડમાં તેમના અભ્યાસ દરમિયાન, તેઓએ જોયું કે લોકોને ક્રિકેટમાં વધારે રસ છે. બસ, ત્યારથી એમણે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાવચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રલિયાની જીત થઇ હતી.તે સામે ઇંગ્લેન્ડનો ક્રિકેટમાં દબદબો હતો. ક્રિકેટનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો.અને શરૂઆતના સમયમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વધારે ક્રિકેટ રમતા હતા.ભારતમાં તે સમયે ક્રિકેટનું કોઈ મહત્વ ના હતું. અને તે પણ ઉમ્મીદ ના હતી કે,ભારતમાં જન્મેલા કોઈ પણ ખેલાડીને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં સ્થાન મળે.

તે સમયે ઈંગ્લેન્ડમાં Susex Cricket Club ખૂબ પ્રસિદ્ધ ક્લબ હતી. સ્નાતક થયા પછી રણજિત સિંહે આ ક્લબ માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તે સમયે કોને ખ્યાલ હતો કે આ ભારતમાં જ્ન્મ લેનાર આ ક્રિકેટર આગળ જતાં ભારત દેશનું નામ રોશન કરશે.
વિદેશી ક્રિકેટ ક્લબમાં પહેલો ભારતીય કેપ્ટન :
રણજિત સિંહે Susex માટે ચાર વર્ષ સુધી કેપ્ટનશીપ સંભાળી. તેમનો રેકોર્ડ પહેલી શ્રેણીનાં ક્રિકેટમાં ખૂબ સારો હતો. તેમણે પ્રથમ શ્રેણીની 307 મેચમાં સરેરાશ 56 સદી અને 109 અર્ધ સદીઓ સાથે 24,692 રન કર્યા.

ઇંગ્લેન્ડની ટીમમાં પ્રથમ ભારતીય તરીકેની પસંદગી
રણજીત સિંહ ઈંગ્લેન્ડની ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર ભારતનો પ્રથમ ક્રિકેટર હતો. જ્યારે 1896માં રણજીત સિંહની પસંદગી ઈંગ્લેન્ડની ટીમમાં થઈ હતી, ત્યારે પણ તેમના પર ઘણો વિવાદ હતો. ઇંગ્લેન્ડના ક્રિકેટર લાર્ડ હારીસે કહ્યું હતું કે, રણજિત સિંહનો જન્મ ઇંગ્લેન્ડમાં નથી થયો, તેથી તે ઇંગ્લેન્ડની ટીમમાં તેમની પસંદગી ન થવી જોઈએ.
આમ છતાં, રણજિતને ઓસ્ટ્રેલિયા સામે પસંદ કરવામાં આવ્યું. પ્રથમ ટેસ્ટ મેચમાં રણજિતસિહને કોઈ જ તક ના મળી. પરંતુ માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રણજિતસિંહને રમવાની તક મળી. પ્રથમ દાવમાં, રણજીત સિંહે 62 રન બનાવ્યા, જ્યારે બીજી ઇનિંગમાં તેણે ધમાકેદાર બલ્લેબાજી કરીને 23 ચોગા ફટકારીને 154 રનની અણનમ ઇનિંગ રમી.
આ સાથે, રણજીત સિંહ વિશ્વની પહેલા ક્રિકેટર બન્યા, જેણે પોતાની પહેલી જ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં અડધી સદી અને બીજા દાવમાં સદી ફટકારી હતી. એટલું જ નહીં, તે પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી હતો અને તે આજ સુધી અણનમ રહ્યો છે.

રણજીતસિંહે પોતાના સમગ્ર કારકિર્દી દરમિયાન ઇંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે 44.96 ની સરેરાશ સાથે 989 રન કર્યા હતા. મુખ્ય બાબત એ છે કે તેઓ ઓસ્ટ્રેલિયા સામે આ તમામ મેચ રમ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર તેણે પોતાની ક્રિકેટ કારકીર્દિની પ્રથમ અને અંતિમ મેચ રમી હતી. તેણે છેલ્લી મેચમાં બંને ઇનિંગ્સમાં ફક્ત 6 રન કર્યા હતા.
રણજિત સિંહનાં નામ પરથી જ છે રણજી ટ્રોફી :
1904 માં રણજિત સિંહ ભારત પાછા ફર્યા. આ સમય દરમિયાન, તેમણે ભારતમાં ક્રિકેટનો પ્રચાર કર્યો. રણજીત સિંહે ક્રિકેટને એટલો બધો પ્રેમ કર્યો હતો કે તે 48 વર્ષની ઉંમરે પણ ભારત માટે પહેલી શ્રેણીની ક્રિકેટ મેચ રમવા માંગતા હતા. 1907 માં રણજિતસિંહ નવાનગરના મહારાજા બન્યા. વર્ષ 1934 માં ભારતે રણજીત સિંહના નામ પરથી રણજી ટ્રોફીની મેચ રમવાની શરૂઆત કરી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks