સુરતમાં યુવતી સાથે કાંડ કરનાર ક્રિકેટર ઝડપાયો, આખો મામલો સાંભળીને વિશ્વાસ ઉઠી જશે

ગુજરાતમાંથી અવાર નવાર છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર સુંદર સુંદર છોકરીઓ છોકરાઓને ફસાવી તેમને બ્લેકમેઇલ કરી પૈસા પડાવતી હોય છે, તો ઘણીવાર છોકરાઓ છોકરીઓના ગંદા ફોટા કે વીડિયોને આધારે બ્લેકમેઇલ કરી તેમની સાથે બળજબરી સંબંધ બાંધતા હોય છે, અથવા તો તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક ફેસબૂક ફ્રેન્ડે બ્લેકમેલ કરી પરણિતાના પરિવાર પાસેથી 91 હજાર પડાવી લીધા.

સુરતમાં રહેતી યુવતિના લગ્ન પહેલા વર્ષ 2019માં ફેસબુક પર આશિષ જૈન નામના યુવક સાથે મિત્રતા થઇ હતી અને તેણે પરણિતાને લગ્ન બાદ બદનામ કરવાની ધમકી આપી હતી. બનેવીના એકાઉન્ટમાંથી પીડિત પરણિતાએ આરોપીને 16000 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. ત્યારબાદ ગંદા ફોટોઝ અને વીડિયો ડીલિટ કરવા માટે તેણે તેના પતિ અને પિતા પાસે બીજા 75000 રૂપિયાની માંગ કરી, જે બેન્ક ટ્રાન્સફર દ્વારા તેને આપવામાં પણ આવ્યા હતા. ત્યારે ફરી તેણે ફોટો વીડિયો ડીલિટ કરવા માટે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ અને બીજા રૂપિયાની માંગણી કરી.

ત્યારે આખરે કંટાળી પરણિતાએ આશિષ વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી આશિષ જૈન રાજસ્થાનનો રણજી ટ્રોફી રમનાર પૂર્વ ક્રિકેટર છે, જેની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેણે પરણિતા અને તેના પરિવાર પાસેથી લગભગ 91 હજાર રૂપિયા પડાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતિ ફેસબુકના માધ્યમથી આશિષ જૈનના સંપર્કમાં આવી હતી અને તે બાદ આશિષે તેના ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું ચાલુ કર્યુ હતુ.

Image source

આ મામલે આખરે યુવતીના પરિવારે સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે બાદમાં સાઇબર ક્રાઇમની ટીમે યુવતીને બ્લેકમેલ કરનાર પૂર્વ ક્રિકેટર આશિષ જૈનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આશિષ વર્ષ 2013-14 માં રાજસ્થાન વતી જૂનિયર રણજી ખેલાડી તરીકે ક્રિકેટ રમ્યો છે.

Shah Jina