મનોરંજન

ઐશ્વર્યા-અભિષેકના લગ્નમાં રાની મુખર્જીને નહોતું મળ્યું આમંત્રણ, તો ભડકી અને બોલી ‘જો તે મને મળી તો…’

બોલીવુડના શહેનશાહના દીકરા અભિષેક બચ્ચન અને હુશ્નનની મલ્લિકા એટલે કે ઐશ્વર્યા રાયના લગ્ન ધામ ધુમથી કરવામાં આવ્યા હતા. અભિષેક અને ઐશ્વર્યાનું નામ અલગ-અલગ જોડાયું હતું. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 2007માં કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને 20 એપ્રિલ, 2007ના રોજ લગ્ન કર્યા હતા.

આ કપલના લગ્નમાં બોલિવુડના તમામ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના કારણે તેમના લગ્ન ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યા હતા. જો કે, બંનેના લગ્નમાં એક એવી વ્યક્તિની ગેરહાજરી જોવા મળી, જેના કારણે ઘણા બધા સવાલ ઊભા થયા. અને તે બીજું કોઈ નહીં પરંતુ રાણી મુખર્જી હતી.

રિપોર્ટ્સ મુજન આમંત્રણ ના મળવા પર તેન નારાજ થઇ હતી. પરંતુ તેને ક્યારે પણ આ જાહેર કર્યું નથી. ફિલ્મફેરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાનીએ અભિષેક અને ઐશ્વર્યા રાયના લગ્નમાં ના બોલવાને લઈને પ્રતિક્રિયા આપી હતી. રાની મુખર્જીએ કહ્યું હતું કે, આ વાતનો જવાબ ફક્ત અભિષેક જ આપી શકે છે આખરે તેને મને કેમ લગ્નમાંઆમંત્રણ આપ્યું ના હતું. રાનીએ ત્યાં સુધી કહી દીધું હતું કે, તેને ખબર હતી કે, તેની જિંદગીમાં રાનીનો શું રોલ છે?

રાનીએ આ સાથે જ કહ્યું હતું કે, આ નો જવાબ ફક્ત અભિષેક જ આપી શકે છે સાચું તો એ છે કે, તે શખ્સે તેના લગ્નમાં મને આમંત્રણના આપ્યું તો તેની જિંદગીમાં અમારો શું રોલ હશે. તમને કદાચ લાગતું હશે કે, તમે ફ્રેંન્ડ છો પરંતુ તમે તો ફક્ત એક કો-સ્ટાર નીકળ્યા, મિત્ર નહીં.

રાનીએ વધુમાં કહ્યું હતું કે, કોઈને પોતાના લગ્નમાં બોલાવવા કે નહીં તે અંગત મામલો છે. જો મેં લગ્ન કર્યા તો હું જ નક્કી કરીશ કે મારે કોને બોલાવવા અને કોને ના બોલાવવા. આપણે બધાએ આ વાતને લઇને વિચારવું જોઈએ. મારી તેની સાથે બહુ સારી-સારી યાદો જોડાયેલી છે. મેં તેની સાથે ઘણું સારું કામ કર્યું છે.

રાની મુખર્જીએ ઐશ્વર્યા રાયને લઈને કહ્યું હતું કે, અમે એક બીજા ભુજ સારી રીતે મળીએ છીએ. હું તેને જયારે પણ જોવ છું ત્યારે તેને જરૂર વિશ કરું છું. તે બહુ જ સારી એક્ટ્રેસ છે અમારા જમાનાની.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.