રાની મુખર્જીની પહેલી ફિલ્મ ‘રાજાકી આયેગી બારાત’થી લઈને ‘મર્દાની-2’ સુધી દરેક ફિલ્મોમા તેની પ્રતિભા એકદમ ખરી ઉતરી છે. શરૂઆતમાં રાનીની અમુક ફિલ્મો ફ્લોપ જરૂર રહી હતી પણ રાનીએ જલ્દી જ દુનિયાને દેખાડી દીધુ કે અભિનયની બાબતમાં તેની સાથે ટક્કર લેવી સહેલી વાત નથી.

રાની ધીમે ધીમે આગળ વધતી ગઈ અને જોત-જોતામાં તે બોલીવુડની પણ રાની બની ગઈ. સિનેમા જગતમાં રાનીના 23 વર્ષ થઇ ચુક્યા છે અને સમયની સાથે સાથે તેના લુકમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો છે. આજે એટલે કે 21 માર્ચના રોજ રાનીનો જન્મ દિવસ છે. એવામાં આ ખાસ મૌકા પર તમને રાનીના જીવન અને ફિલ્મી સફર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું.

21 માર્ચ 1978 ના રોજ મુંબઈમાં જન્મેલી રાનીએ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ વર્ષ 1997 માં ફિલ્મ ‘રાજાકી આયેગી બારાત’ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં રાનીના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

અભિનયના સિવાય તેનો અવાજ અને તેની સુંદરતાની પણ ચર્ચા થઇ હતી. એક પછી એક રાનીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું અને તેની સફળતા લગાતાર વધતી ગઈ.

આમિર ખાન સાથે મોટા બજેટની ફિલ્મ ‘ગુલામ’ કરી તો શાહરુખ ખાન સાથે ‘કુછ કુછ હોતા હૈં’ માં દમદાર અભિનય કર્યો. પહેલાની અને અત્યારની ફિલ્મોની તુલના કરશો તો રાનીના લુકમાં ખુબ બદલાવ જોવા મળ્યો છે. અભિનયની બાબતમાં રાનીનો કોઈ જ તોલ નથી એ વાત દરેક કોઈ માનવા લાગ્યા હતા.

વર્ષ 2002 માં ‘સાથિયા’ અને 2003 માં ‘ચલતે ચલતે’ ફિલ્મમાં રાની એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી હતી. રાનીના આ લુકને જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. પોતાની કારકિર્દીના શિખર પર પહોંચ્યા પછી રાનીએ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધા અને વર્ષ 2015 માં દીકરી અદિરાને જન્મ આપ્યો.

અદિરાના જન્મ પછી રાનીએ પોતાના વધેલા વજન માટે ખુબ મહેનત કરી અને જલ્દી જ ફરીથી ગ્લેમર લુકમાં જોવા મળી હતી.

અદિરાના જન્મના ત્રણ વર્ષ પછી રાનીએ ફરીથી બોલીવુડમાં કમબેક કર્યું અને ફિલ્મ ‘હિચકી’માં જોવા મળી હતી. રાની છેલ્લી વાર આગળના વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ મર્દાની-2 માં જોવા મળી હતી.

આ ફિલ્મમાં રાનીની અદાકારીએ એકવારફરીથી દર્શકોનું દિલ જીતી લીધું. આ ફિલ્મમાં રાની પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી જેમાં તેના લુક અને અંદાજની ખુબ પ્રશંસા થઇ હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.