ફિલ્મી દુનિયા

8 Photos: રાની મુખર્જીની દીકરીની તસ્વીર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ, તૈમુરને પણ છોડી દીધો પાછળ

બોલિવૂડમાં મોટી હસ્તીઓ અને સ્ટારના બાળકોની ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુરની તસવીરો અવાર-નવાર ઇન્ટરનેટ પર વાયરલ થયેલી જોવા મળતી હોય છે. તો બીજી તરફ શાહિદ કપુર અને મીરા રાજપૂતની દીકરી મિશા કપૂરની ફોટો પણ મોટા પ્રમાણમાં વાયરલ થતી જોવા મળે છે.

Image Source

મીડિયામાં ચારે તરફ સ્ટારકિડ્સ જોવા મળે છે. એવામાં ક્યારેક તેમને પાપારાજી ક્લચરના શિકાર થવું પડે છે. સ્ટારના બાળકોની ફોટો માટે ફોટોગ્રાફર તેમની પાછળ પડી જાય છે. આ બધી સમસ્યાથી બચવા માટે રાની મુખરજીએ હાલ આદિરાને કેમેરા સામે ન લાવવાનો નિણર્ય કર્યો છે.

 

View this post on Instagram

 

#Hichki #promotions #nofilter

A post shared by Rani Mukerji Chopra (@ranimukerji_official) on

જણાવી દઈએ કે ‘બીએફએફ વિગ વોગ’ ની હોસ્ટ નેહા ધુપિયાના પ્રશ્નનો જવાબ આપતા રાનીએ સ્પસ્ટ ભાષામાં કહ્યુ કે હું નથી ઈચ્છતી કે આદિરાને પણ પાપારાઝીના શિકાર થવું પડે. રાનીએ કહ્યું કે હું આદિરાને સામાન્ય રૂપમાં મોટી થતી જોવા માંગુ.

Image Source

મારી ઈચ્છા છે આદિરા સાથે સ્કૂલમાં બીજા બાળકો જેવું વર્તન કરે થાય. રાનીએ કહ્યું કે એ નથી ઇચ્છતી કે આદિરાની સતત તસવીરો ક્લિક કરવામાં આવે. કલર્સ ઇન્ફીનીટી પર આવતા એક શૉમાં રાનીએ તેના પતિ આદિત્ય ચોપરાના શાંત સ્વભાવ વિશે પણ કહ્યું છે.

Image Source

રાનીએ કહ્યું કે આદિત્યએ લગ્ન પછી કહ્યું કે મેં જયારે તને પ્રેમ કર્યો તો ત્યારે એવું વિચાર્યું ન હતું કે મેં એક્ટર સાથે પ્રેમ  કયો. પરંતુ હવે તારે લીધે લોકો મારી પિક્ચરને તારી સાથે એટેચ કરી દે છે. રાની મુખર્જી 2014માં આવેલ ફિલ્મ મર્દાનીની સિક્વલ મર્દાની 2ની તૈયારીમાં લાગી ગઈ છે. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરુ થશે. મર્દાની બાળકોની તસ્કરીના વિષય પર હતી, જયારે મર્દાની 2 કયા વિષય ઉપર છે તેનો ખુલાસો હાલ નથી કરવામાં આવ્યો.

Image Source

કેટલીક સુપર હિટ ફિલ્મોમાં કામ કરનારી રાનીએ દીકરી આદિરાના જન્મ બાદ ફિલ્મોથી બ્રેક લઇ લીધો હતો. જેથી તેની સાંભળ સારી રીતે કરી શકે. પરંતુ તે હવે ફરીથી કામ પર આવી ગઈ છે. જો કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરીને ચાલે છે. એક ઇન્ટરવ્યુમાં તેને પોતાની પર્સનલ લાઈફ વિશેની થોડી વાતો શેર કરી હતી.તેમણે જણાવ્યું હતું કે જયારે તે કામ ઉપરથી પછી ઘેર જાય ત્યારે તેના પતિ અને તેમની દીકરી તેમને સૌથી પહેલા એક કામ કરવા કહે છે. એ કામ છે, મેકઅપ દૂર કરવાનું, બંનેને રાણીને મેકઅપમાં જોવાનું પસંદ નથી.

Image Source

રાણી કહે છે, ‘એક દિવસ હું હિચકી ફિલ્મનું પ્રમોશન કરીને જયારે ઘેર પહોંચી તો આદિરાએ મને પૂછ્યું કે મમ્મા તમે શૂટિંગ ઉપર હતા. તો મેં હા પાડી તો અદિરાએ તરત કીધું મેકઅપ કાઢી નાખ્યો. આદિરા હવે મોટી થવા લાગી છે અને તેને ખબર પડવા લાગી છે. તે મને મેકઅપ વગર જોઈને ખુશ થાય છે.’

‘આદદિર જયારે સુઈ જાય ત્યારે હું કામ ઉપર જાઉં છું.’ રાનીએ કહ્યું તે બપોરના સમયે કામ ઉપર જાય છે. બપોરના સમયે એટલા માટે ત્યારે આદિરાનો સુવાનો સમય હોય છે. ‘હું સવારે પણ શૂટિંગનો સમય કાઢું છું, તે સમયે પણઆદિરા સૂતી હોય છે તેથી તે મને મિસ નથી કરતી.’

 

View this post on Instagram

 

#Hichki #promotions T-shirt: @burberry

A post shared by Rani Mukerji Chopra (@ranimukerji_official) on

રાની મુખર્જીએ વર્ષ 2014માં પોતાનાથી 7 વર્ષ મોટા ડિવોર્સી પ્રોડ્યુસર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. રાનીએ 2015માં દીકરી આદિરાને જન્મ આપ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks