બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી રાની મુખર્જી તેના અભિનયના કારણે મોટી ઓળખ બનાવી ચુકી છે. તેને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. તેને એક ખુબ જ ક્યૂટ દીકરી પણ છે જેનું નામ છે આદિરા. જે 9 ડિસેમ્બરના રોજ પાંચ વર્ષની થઇ ગઈ.

આદિરાના જન્મ દિવસ નિમિત્તે રાની અને આદિત્યે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં કોરોનાની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

આદિરાના જન્મ દિવસની પાર્ટીની અંદર બોલીવુડના સેલેબ્રિટીઓ પણ પોતાના બાળકો સાથે આવી પહોંચ્યા હતા. જેમાં કરણ જોહરના બાળકો યશ અને રુહી પણ હાજર હતા.

આદિરાનો જન્મ દિવસ રાનીએ ઘરે જ રાખ્યો હતો. જન્મ દિવસ નિમિત્તિ તેને ઘરને ખાસ પ્રકારે સજાવ્યું હતું. ખાસ પ્રકારની લાઇટિંગ પણ ઘરમાં કરી હતી.

આદિરાનો જન્મ 2015માં થયો હતો. રાની પોતાની લાડલી આદિરાને મીડિયાથી દૂર જ રાખે છે. આદિત્ય ચોપડા સાથે 2014માં લગ્ન કર્યા બાદ પણ રાની ઘણા વર્ષો સુધી ફિલ્મમોથી દૂર હતી.

આદિરા દેખાવમાં પણ ખુબ જ સુંદર છે. ભલે રાની તેને લાઇમ લાઇટથી દૂર રાખતી હોય, પરંતુ ખબરપત્રીઓના કેમેરામાં ક્યાંકને ક્યાંક તે કેપ્ચર થઇ જ જાય છે.