અભિનેત્રી રાની મુખર્જી પર તૂટ્યો દુઃખોનો પહાડ, તેની સૌથી નજીકના વ્યક્તિના નિધનથી ભાંગી પડી અભિનેત્રી

મનોરંજન જગતમાંથી જ્યાં કેટલીક ખુશ ખબર સામે આવી રહી છે તો કેટલીક દુઃખદ ખબર પણ સામે આવી રહી છે. જેમાં કેટલાક કલાકારોના બીમાર થવાની ખબર છે તો કેટલાકના અવસાન થવાની ખબર છે, હાલ ખબર રાની મુખર્જીના પરિવારમાંથી સામે આવી રહી છે, જેમાં રાની મુખર્જીના નાનીનું 92 વર્ષની અવસાન થયું છે, જેના કારણે રાનીના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

રાની મુખર્જીના નાની અને લોકપ્રિય બંગાળી અભિનેત્રી દેબશ્રી રોયના મા આરતી રોયે ગત મંગળવારના રોજ સાંજે 6.30 વાગે છેલ્લા શ્વાસ લીધા હતા. તે 92 વર્ષના હતા અને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. તે પોતાની મોટી દીકરી સાથે છેલ્લા કેટલાક મહિનાથી રહેતા હતા. તેમનું નિધન પણ તેમની ત્રણેય દીકરીઓની હાજરીમાં થયું હતું.

આરતી રોયના નિધનની જાણકારી પણ તેમની દીકરી દેબશ્રી રોયે આપી હતી. દેબશ્રી તેની માતાની સૌથી નજીક હતી અને તે કહેતી પણ કે તેમના કારણે જ ફિલ્મોમાં ડેબ્યુ કરી શકી હતી અને તેમના કારણે જ તેનું કેરિયર આ ઊંચાઈ પર પહોંચ્યું હતું. એક ઈન્ટરવ્યુની અંદર તેને જણાવ્યું હતું કે તેમની માતા તેમને શૂટ પર લઇ જતી હતી અને એટલું જ નહિ તેમને ડાન્સ કોસ્ચ્યુમ પણ અપાવતી હતી.

આરતી રોયને ઓગસ્ટ 2022માં ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ત્યારે દેબશ્રી રોયે જણાવ્યું હતું કે મારી માતા મારી બહેન સાથે રહે છે અને તે પડી ગયા હતા જેના કારણે તેમને માથામાં વાગ્યુ છે. તેમનું ઘણું લોહી પણ વહી ગયું અને તે બેભાન થઇ ગયા. આરતી રાની મુખર્જીના નાની છે, તેની માતા કૃષ્ણા મુખર્જી અને દેબશ્રી બંને બહેનો છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાની તેમના અંતિમ સંસ્કારમાં બીમારીના કારણે ભાગ નહિ લઇ શકે.

Niraj Patel