મનોરંજન

લગ્નના 6 વર્ષ બાદ રાનીએ પોતાની લફરાંને લઈને કર્યો ખુલાસો, કેમ લગ્ન કર્યા કરોડોપતિ આદિત્ય સાથે?

રાની મુખર્જી અને આદિત્ય ચોપરાએ બોલિવુડના એવા કપલ છે, જે સોશિયલ મીડિયાથી દૂર જ રહે છે. આદિત્ય અને રાની પોતાની પર્સનલ લાઇફને પોતાની રીતે જ એન્જોય કરવાનું પસંદ કરે છે. આ કપલ બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં રહેવા છતા દેખાડો કર્યા વિના પોતાની પર્સનલ લાઇફને પ્રાઇવેટ જ રાખવામાં વિશ્વાસ રાખે છે.

રાની મુખર્જીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘આટલા વર્ષો ઇન્ડસ્ટ્રીમાં રહ્યા બાદ આદિત્ય એવા વ્યક્તિ છે, જેને તે દિલથી માન આપે છે.’ રાનીનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં લોકોનું સન્માન કરવું ખુબ જ અઘરું છે.

કારણ કે તેમના વિશે અંદર અને બહારની બધી વાતો ખબર હોય છે. તેથી જ આદિત્ય તેવા લોકોમાંથી એક જ છે, તેમના કામ કરવાની રીત તથા પર્સનાલિટીથી પ્રભાવિત થઇને હું તેમનું આદર કરું છું.

એટલું જ નહીં રાનીએ વધુ જણાવતા કહ્યું કે, આદિત્ય ચોપરાને એક ફેમિલી મેન છે, અને આ વાત મને ખુબ જ પસંદ છે. તેના કારણે તેમનું વધારે બને છે. આ જ વાત મેરિડ લાઇફને સક્સેસફૂલ બનાવે છે. મોટાભાગના લોકો જાણે છે, આ સ્ટાર્સે કોઇને જણાવ્યાં વિના લગ્ન કરી લીધા હતા. લગ્નની માહિતી મળતા રાનીના ફેન્સની સાથે સાથે બોલિવુડ સ્ટાર્સ પણ ઘણા આશ્ચર્ય પામ્યા હતા. રાની મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા.

બંને વચ્ચે અફેરની ખબરો તો આવતી જ હતી. પરંતુ તેઓએ આ વાતને જાહેરમાં ક્યારેય સ્વીકાર કર્યો ન હતો. રાની મુખર્જી અને આદિત્ય ચોપરાએ વર્ષ 2014માં ઇટલી ખાતે ફક્ત 12 વ્યક્તિની હાજરીમાં લગ્ન કર્યા હતા.

રાની મુખર્જી અને આદિત્ય ચોપરાની પહેલી મુલાકાત આદિત્ય ચોપરાના યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની સક્સેસ પાર્ટીમાં એક રેસ્ટોરેન્ટ ખાતે થઇ હતી.

પરંતુ પાર્ટીમાં રાની મુખર્જી આદિત્યને મળવામાં સંકોચ અનુભવતી હતી. આ જોઇને આદિત્ય રાનીથી ઇમ્પ્રેસ થઇને કરણ જોહરને પોતાની આવનારી ફિલ્મ માટે રાનીનું નામ સજેસ્ટ કર્યું હતું. ઉપરાંત રાનીની ડેબ્યુ ફિલ્મમાં તેના કામથી પણ આદિત્ય પ્રભાવિત થયા હતા.

મીડિયા દ્વારા મળેલી માહિતી અનુસાર, રાની મુખર્જી અને આદિત્ય ચોપરા નજીક આવવાથી તેની પહેલી પત્ની સાથે છુટાછેડા લેવા પડ્યા હતા. વર્ષ 2009માં આદિત્ય ચોપરાની પહેલી પત્ની પાયલ ખન્નાને ડિવોર્સ આપ્યો. જો કે રાનીએ આ બધી વાતોને અફવા ગણાવી હતી, અને કહ્યું કે, તેમની મિત્રતા આદિત્યના ડિવોર્સ બાદ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જીની એક દીકરી છે. તેનું નામ અદિરા છે. અન્ય સ્ટાર કિડની જેમ અદિરા પણ જાહેરમાં જોવા મળતી નથી. દીકરીના જન્મ બાદ રાનીએ ફિલ્મ હિચકી દ્વારા બોલિવુડમાં સફળતા પૂર્વક કમબેક કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.