રાની ચેટર્જીએ જીમમાં ખોલી શર્ટ તો ફેન્સ ચોંકી ઉઠ્યા, 7 PHOTOS જોઈને શરમ આવી ગઈ
ભોજપુરી ફિલ્મોની મશહૂર અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિય પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ફેમસ એક્ટ્રેસ રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની મશહુર એક્ટ્રેસ છે. આ અભિનેત્રી તેની જબરદસ્ત એક્ટિંગ દ્વારા ચાહકોના દિલ પર રાજ કરી રહી છે.
તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. એવામાં હવે તેની એક સેલ્ફી તેના માટે મુસીબત બની ગઇ છે. તેની સ્ટાઇલ યુઝર્સને પસંદ આવી રહી નથી અને તેના માટે જ તે લોકો રાનીને ટ્રોલ કરવા લાગ્યા છે. આવા લોકોને અભિનેત્રીએ કરારો જવાબ આપી તેમની બોલતી બંધ કરી દીધી છે.

રાની ચેટર્જીએ હાલમાં જ બે દિવસ પહેલા તેની એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તે તેના શર્ટના બટન ખુલ્લા રાખી વન સાઇડ ઓફ શોલ્ડર કરી સ્પોર્ટ્સ બ્રાલેટ ફ્લોન્ટ કરી રહી હતી. જેને લઇને એક વ્યક્તિએ તેના પર આરોપ લગાવ્યો કે આવી તસવીરોને કારણે જ ભોજપુરી સિનેમા બદનામ છે.
અભિનેત્રીની આ પોસ્ટ પર કમેન્ટ્સનો વરસાદ થઇ ગયો. રાની સહિત તમામ યુઝર્સે આના પર ખૂબ કમેન્ટ કરી. તેણે એક વ્યક્તિના આરોપોનો જવાબ આપતા કહ્યુ કે, જનાબ તમે તો ઘણી સસ્તી ઇમેજ બનાવી દીધી ભોજપુરી સિનેમાની.
એટલી સસ્તી ઇજ્જત નથી ભોજપુરી ફિલ્મોની કે એક તસવીરથી બદનામ થઇ જાય અને સિનેમામાં દિવસ રાત અમે કામ કરીએ છીએ તો ચિલ કરો, તમારાથી વધારે અમને ફિક્ર છે અને રિયલ લાઇફમાં હું કંઇ પણ કરુ તમને આનાથી કોઇ મતલબ હોવો જોઇએ નહિ.
રાનીના કમેન્ટ કર્યા બાદ ચાહકો અને હેટર્સ આમને સામને થઇ ગયા અને એકબીજાથી ગાલી ગલોચ કરવા લાગ્યા. સાથે જ અભિનેત્રીના ચાહકો તેના ફેવરમાં વાત કરવા લાગ્યા અને હેટર્સ દુનિયાદારીની. રાનીની આ પોસ્ટ પર 22 હજારથી પણ વધુ લાઇક આવી ગઇ છે. જણાવી દઇએ કે, અભિનેત્રીએ ટ્રોલર્સને જવાહબ આપવા માટે એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે તેની પૂરી શર્ટ ઉતારી દીધી. જેને લઇને એક વ્યક્તિએ અભદ્ર કમેન્ટ કરી તો રાનીએ તેની બોલતી પણ બંધ કરી દીધી.
ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. રાની ચેટર્જી વધારે તેની બોલ્ડ તસવીર શેર કરતી હોય છે જે થોડાક સમયમાં જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. રાની ચેટર્જીના ચાહકોને તેમનો બોલ્ડ લુક પણ ખુબ જ પસંદ આવે છે.
રાનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ભોજપુરીની હાઇએસ્ટ પેડ અભિનેત્રીઓમાં સામેલ છે. તે “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે રાનીએ ‘બંધન તૂટે ના’, ‘દામાદ જી’, ‘સીતા’, ‘દિલજલે’, ‘ફૂલ બને અંગાર’, ‘નાગિન’, ‘રાની 786’, ‘રાની ચલી સસુરાલ’, રાઉડી રાની’ જેવી બીજી ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કરેલું છે અને તે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે