મનોરંજન

‘ફિલ્મોમાં તો લિપ કિસ પણ નથી કર્યું,”મસ્તરામ” કરીને લાગ્યું ટ્રોલ થઇ જઈશ’, વેબ સિરીઝમાં પોતાના બોલ્ડ સીન પર બોલી રાની ચટર્જી

ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રાની ચટર્જી પોતાની વેબ સિરીઝ ‘મસ્તરામ’ને લીધે ખુબ ચર્ચામાં છે. આજ સિરીઝના શરૂઆતના ભાગમાં જ રાની ચટર્જીએ અમુક બોલ્ડ સીન આપ્યા હતા, જે ખુબ ચર્ચાનો વિષય રહ્યા હતા.

Image Source

રાની ચટર્જીના આધારે તેના માટે આ સીન્સને શૂટ કરવું સહેલું ન હતું, જયારે મસ્તરામમાં તેના કિરદાર માટે તેને ઑફર આપવામાં આવી ત્યારે તે દુવિધામાં હતી કે તે કરી શકશે કે નહીં. રાનીએ કહ્યું કે મસ્તરામને લીધે મને લાગ્યું હતું કે મારી આલોચના થશે પણ હું બચી ગઈ. મારા દર્શકોએ મને બચાવી લીધી.

Image Source

રાનીએ પોતાના બોલ્ડ કિરદાર પર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”તેના પર કામ કર્યા પછી હું બંન્ને પ્રકારના રિસ્પોન્સ માટે તૈયાર હતી. એક તો આલોચના માટે અથવા તો સારી પ્રતિક્રિયા માટે.

Image Source

કેમ કે હું જાણું છું કે મારા દર્શકો મારી સાથે જોડાયેલા છે. ઇન્ડસ્ટ્રીએ જે રીતે મારી ઇમેજ બનાવી છે આશ્ચર્ય તો લાગવાનું જ હતું. કેમ કે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં મારી ઇમેજ એક એક્શન અભિનેત્રીના સ્વરૂપે જ રહી છે.

Image Source

રાજકલી ચના જોર ગરમ વાળીના કિરદાર પર રાનીએ કહ્યું કે,”જ્યારે કાસ્ટિંગ ડાયરેક્ટર હિમાનીએ મને એપ્રોચ કર્યું તો તેણે કહ્યું કે આ કિરદાર માટે પહેલા થી જ ઘણા ઑડિશન લેવાઈ ચુક્યા છે. પણ ચના ચોર ગરમવાળી વાત છે, તે કોઈના માં જોવા ન મળી’.

Image Source

રાનીએ કહ્યું કે મેકર્સના મગજમાં મારું નામ ત્યારથી હતું જ્યારે મને તે બિગ બૉસના સેટ પર સલમાન ખાનની સાથે ફ્લર્ટ કરતા જોતા હતા.

રાનીએ કહ્યું કે ઘણા લોકો એ જાણવા માગતા હતા કે આ સીનને કેવી રીતે શૂટ કરવામાં આવ્યું. તેણે કહ્યું,”હું જીવનમાં પહેલી વાર આવા પ્રકારનો સીન કરવા જઈ રહી હતી. મેં ભોજપુરીમાં ઘણી બધી ફિલ્મો કરી, જેમાં એક પણ લીપકિસ સીન કર્યો ન હતો.

Image Source

જ્યારે મસ્તરામમાં ચનાચોર ગરમની વાત થઇ તો હું ખુબ જ નર્વસ હતી. એવામાં જયારે તેઓએ કહ્યું કે ગેમ ઓફ થ્રોન્સમાં જેણે ઇન્ટીમેન્ટ સીન શૂટ કર્યો હતો તે જ આવી રહી છે તો હું વધારે ટેંશનમાં આવી ગઈ હતી.

Image Source

રાની કહે છે કે,”જ્યારે તે સેટ પર પહોંચી તો તેણે કહ્યું કે તમારું સ્ટાર્ટ અપ લિપકિસ સીનથી થશે, પણ મેં કહી દીધું કે આ બધું ક્યારેય કર્યું નથી. ત્યારે તેઓએ કહ્યું કે ગભરાશો નહીં, તમે માત્ર બૈલી ડાન્સ કરતા રહો’. જણાવી દઈએ કે આ સિરીઝ પછી થી જ રાનીને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની બહાર એક ઓળખ મળી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.