સીઝનના પહેલા વરસાદમાં મન મૂકીને ભીંજાઈ આ આભિનેત્રી, વીડિયો વાયરલ થતા જ ચાહકોએ કહ્યું, બીમાર પડી જઈશ, જુઓ વીડિયો

દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મોટાભાગના લોકો હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસુ હવે નજીક જ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પાડવા લાગ્યો છે. વરસાદ દરેકને પસંદ હોય છે, સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ વરસાદને પસંદ કરતા હોય છે અને વરસાદમાં નાહવાનો આનંદ પણ માણતા હોય છે. ત્યારે હાલ એક અભિનેત્રીએ વરસાદમાં ભીંજાતા એક વીડિયો શેર કર્યો છે.

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી વરસાદની મોસમના પહેલા વરસાદની મજા માણતી જોવા મળી રહી છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પહેલા વરસાદની મજા માણી રહી છે. વીડિયોમાં તેના પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનું ગીત ટીપ ટીપ બરસા પાની વાગી રહ્યું છે. આ વીડિયો પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયોને ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી દ્વારા કેપ્શન આપવામાં આવ્યું છે, મોનસૂન 2022. પરિવાર સાથે વરસાદની મજા માણો. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના ચાહકોએ કોમેન્ટ બોક્સમાં આ વીડિયો પર ઘણા હાર્ટ ઇમોજી શેર કર્યા છે. એક ચાહકે લખ્યું, રાણી. આ ઉપરાંત અન્ય એક ફેને સલાહ આપી છે, તમે બીમાર થઈ જશો.

તમને જણાવી દઈએ કે રાની ચેટર્જીને સસુરા બડે પૈસે વાલા, સીતા, દેવરા બડા સતાવેલા અને રાની નં. 786 જેવી ભોજપુરી ફિલ્મો માટે જાણીતી છે. સસુરા બડા પૈસાવાલા ફિલ્મમાં મનોજ તિવારી સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે તેણે ઘણા એવોર્ડ જીત્યા હતા.

Niraj Patel