રાની ચેટર્જીએ શૂટ કર્યો શાનદાર વીડિયો, આ પહેલા માધુરી દીક્ષિત પણ શેર કરી ચૂકી છે વીડિયો

માધુરી દિક્ષિત બાદ રાની ચેટર્જીએ પણ બ્રેકફાસ્ટ ચેલેન્જમાં મારી એન્ટ્રી- જુઓ

ભોજપુરી ફિલ્મોની મશહૂર અદાકારા રાની ચેટર્જી તેની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તેના હુસ્ન અને અદાઓથી લોકોને મદહોશ કરવા વાળી અભિનેત્રી રાની ચેટર્જીના લાખો ચાહકો છે. રાની ચેટર્જી સોશ્યિલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો પણ શેર કરતી રહે છે અને તેના હોટ અવતારથી સનસની મચાવી દે છે. રાની ચેટર્જી તેની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. ઘણી વાર રાની ચેટર્જી તેની તસવીરો અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરતી હોય છે.

ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. રાની ચેટર્જી વધારે તેની બોલ્ડ તસવીર શેર કરતી હોય છે જે થોડાક સમયમાં જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. રાની ચેટર્જીના ચાહકોને તેમનો બોલ્ડ લુક પણ ખુબ જ પસંદ આવે છે.

રાનીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આ સમયે ફેમસ થઇ રહેલ બ્રેકફાસ્ટ ચેલેન્જને પૂરુ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયમાં ઘણા સ્ટાર્સ આના પર ડાંસ કરતા જોવા મળ્યા છે. હાલમાં જ માધુરી દીક્ષિતનો પણ આવો વીડિયો સામે આવ્યો હતો, જે ડાંસ દીવાનેના સેટનો લાગી રહ્યો હતો.

રાનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ભોજપુરીની હાઇએસ્ટ પેડ અભિનેત્રીઓમાં સામેલ છે. તે “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે રાનીએ ‘બંધન તૂટે ના’, ‘દામાદ જી’, ‘સીતા’, ‘દિલજલે’, ‘ફૂલ બનલ અંગાર’, ‘નાગિન’, ‘રાની 786’, ‘રાની ચલી સસુરાલ’, રાઉડી રાની’ જેવી બીજી ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કરેલું છે અને તે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે

રાની ચેટર્જી તેની અદાકારી સાથે ડાન્સને લઈને પણ ખુબ જ લોકપ્રિય છે. તેણે ઘણા બધા ગીતો એવા બનાયા છે જે આજે પણ લોકોના દિલની ખુબ જ નજીક છે. ફિલ્મો અને ગીત સિવાય રાની ચેટર્જીએ રિયાલિટી શોમાં પણ નજર આવેલી છે.રાનીએ 200થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે એમએક્સ પ્લેયરની ખૂબ ચર્ચિત વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે. હવે તે સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. શું તમને ખબર છે કે, રાનીનું અસલી નામ સબીહા શેખ છે.

રાનીએ વર્ષ 2004માં “સસુરા બડા પૈસાવાલા” નામની ભોજપુરી ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મમાં રાની સાથે મનોજ તિવારી લીડ રોલમાં હતા. આ ફિલ્મના એક સીનની શુટિંગ મંદિરમાં થઇ હતી. આ સીનમાં રાનીને મંદિરની અંદર ભગવાનની પ્રતિમા સામે માથુ પટકવાનું હતુ. ફિલ્મનાા ડાયરેક્ટર અજય સિન્હાને ડર હતો કે અભિનેત્રી મુસ્લિમ હોવાને કારણે મંદિરમાં કોઇ બબાલ ના કરી દે.

શુટિંગ સેટ પર જયારે કેટલાક મીડિયાકર્મી અને ત્યાં હાજર લોકોએ અભિનેત્રીનું નામ પૂછ્યુ તો અજય સિન્હાએ જણાવ્યુ કે, રાની નામ છે તેનું. તે બાદ તેની સરનેમ પૂછવામાં આવી તો ડાયરેક્ટરને કંઇ સૂજયુ નહિ અને એ દિવસોમાં રાની મુખર્જી ઘણી ચર્ચિત હતી તો તેમના મોઢેથી રાની ચેટર્જી નીકળી ગયુ. અભિનેત્રી રાનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.5 M લાખથી વધારે ફોલોઅર્સ છે, જે તેની દરેક ફોટોસને લોકો પસંદ કરે છે.તેનો જન્મ 3 નવેમ્બર 1989ના રોજ થયો હતો.

તે દિવસ બાદથી સબીહા શેખ બની ગઇ રાની ચેટર્જી. આજે પણ લોકો તેને આ જ નામથી જાણે છે. જો કેે, નામ બદલવાથી તેનો પરિવાર ઘણો નારાજ થયો હતો. રાનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, જયારે ઘરવાળાને ખબર પડી કે હું સબીહાથી રાની બની ગઇ તો તે લોકો ભડક્યા હતા, જો કે ધીરે ધીરે બધુ બરાબર થઇ ગયુ હતુ.

Shah Jina