મનોરંજન

બોલીવુડનો મોટો ખુલાસો: આને મારવામાં આવ્યો હતો ઢોરમાર, આ શખ્સે મારી મારીને અધમુવી કરી નાખી’તી- જાણો વિગત

કંગના રનૌતની બહેન રંગોળી ચંદેલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ રંગોલીએ ટ્વીટર પર તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. રંગોલીએ ટ્વીટર પર એસિડ એટેકને લઈને જણાવ્યું હતું.

રંગોલીએ ટ્વીટર પર થ્રો બેક ફોટો શેર કર્યો હતો.આ 1998ના ફોટોમાં રંગોલી સાથે તેની બહેન કંગના અને તેની માતા નજરે આવ્યા હતા. આ ફોટો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ યુઝર્સે કમેન્ટ સેકશનમાં કોલેજના ફોટો શેર કરવાને લઈએં વાત કરી હતી. ત્યારબાદ રંગોલીએ ફક્ત કોલેજના ફોટો શેર કર્યા એવું નથી પરંતુ સાથે એસિડ એટેકની ઘટનાની અંગે પણ જાણ કરી હતી.

રંગોલીએ જણાવ્યું હતું કે, મેં તે સમયે એક છોકરાની પ્રપોઝલને ઠુકરાવી હતી.ત્યારે એ યુવકે મારા મોઢા પર 1 લીટર એસિડ છાંટ્યું હતું, સાથે જ મારી બહેનને પણ મારમારી હતી.

રંગોલીએ આગળના ટ્વીટમાં કહ્યું હતું કે, મને ખબર નથી હું શું કહું. પરંતુ  મેં જીવવાની ઉમ્મીદ છોડી દીધી હતી. ત્યારે મારા પતિ મારા ફક્ત એક મિત્ર હતા. તેનો મારો ઇલાજ કરાવી વર્ષો સુધી ઓપરેશન થિએટરની બહાર મારી રાહ જોઈ હતી.

એસિડ એટેકની ફોટો શેર કરતા રંગોલીએ લખ્યું હતું કે,ઘણા લોકો મારા આ દુઃખને જોઈને હેરાન થતા હતા. પરંતુ મને લાગતું હતું કે, મારી ખુબસુરતી ખોઈ દીધી છે,. પરંતુ હું સાચું કહું તો મારી આંખોની સામેથી મારા શરીરમાં અંગો ગળી રહ્યા હતા. પાંચ વર્ષ સુધી 54 સર્જરી કરાવ્યા બાદ પણ ડોક્ટર મારા કાનને સરખો કરાવી શક્યા ના હતા. મેં આ એસિડ એટેકમાં મારી આંખ ખોઈ દીધી હતી.

રંગોલીએ આએક ટ્વીટમાં લખ્યું હતું કે, હવે મેં તે કેસને ફોલો કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ સવાલ એ છે કે આ લોકોને મોતની સજા કેમ નથી થતી? મારી સુંદરતા જ મારી આખિરી ચીજ હતી જેની મને ચિંતા હતી.

Image Source
ભારતમાં આજે પણ એસિડ એટેકના એટલા કેસ છે જેના માટે રિઝર્વેશન નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.