મનોરંજન

કંગનાની બહેને રોશન પરિવાર લગાવ્યો સનસનીખેજ આરોપ, જાણો એક ક્લિકે

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલને ફરી એક વાર સોશિયલ મીડિયાથી ઋતિક રોશન અને તેના પરિવારજનો પર ગંભીર આરોપ લગાવ્યા છે. રંગોલીએ  ટ્વીટ કરીને આ સનસનીખેજ ખુલાસો કર્યો છે.

ઋતિક રોશનની બહેન સુનૈના રોશનના સનસનીખેજ ખુલાસા બાદ દરરોજ એક નવો ખુલાસો સામે આવે છે. આ મામલે કંગનાની બહેન રંગોલીએ સુનૈનામાં પક્ષમાં આવી. રંગોળીએ સોશિયલ મીડિયાથી ઋતિક રોશન અને તેના પરિવારજનો પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ટ્વીટમાં લખ્યું હતું કે, રોશન પરિવારે સુનૈનાની જિંદગી નર્ક બનાવી દીધી છે.અને તેને ઘરમાં કેદ કરીને રાખવામાં આવી છે. મંગળવારે ટ્વીટ કરીને નવો ખુલાસો કર્યો હતો.

રંગોલીએ ટ્વીટમાં લખ્યું હતું કે,ગયા મહિનથી સુનૈનાને લગાતાર ફોન કરતી રહેતી હતી.સુનૈના વાત કરતા કરતા રડતી હતી. મીડિયા સાથે વાત કર્યા બાદ ફોન પણ બંધ આવે છે. રંગોલીએ વધુમાં જણાવ્યું હતું કે,પરિવાર એના બેહોશ થાય ત્યાં સુધી મારતો હતો. હું બહુજ અસહાય મહેસુસ કરું છું. મને બતાવો હું શું કરું.

રંગોલીએ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, રોશન પરિવાર એટલે સુનૈનાને પરેશાન કરતો હતો કે, તેણી દિલ્લીના કોઈ મુસ્લિમ યુવકના પ્રેમમાં છે. સુનૈના સાથે આ વાસ્તની પૃષ્ટિ કર્યા બાદ આ મામલો ગંભીર બન્યો છે.
સુનૈનાના કથિત પ્રેમી રુહેલ અમીન સાથે ઇન્ટરવ્યૂ બાદ રંગોલીએ આ પ્રતિક્રિયા આપી છે. રુહેલને એક મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા હતા.રુહેલે જણાવ્યું હતું કે,રોશન પરિવાર સુનૈના સાથે અન્યાય કરે છે. જયારે એને રોશન પરિવાર દ્વારા આ સઁબઁધોનું વિરોધ કરવાનું કારણ જણવ્યું ત્યારે બહુજ હેરાન થઇ ગયો હતો.રુહેલે જણાવ્યું હતું કે,રોશન પરિવારને મારી અને સુનૈનાની દોસ્તી એટલે પસંદ નથી કારણકે હું મુસ્લિમ છું. અને જો આ વાત સાચી હોય તો હું બહુજ દુર્ભાગ્યપૂર્ણ છું.

 

View this post on Instagram

 

Weekend is here and it’s time for some BFF moments!!

A post shared by RUHAIL (@ruhail.amin) on

રુહેલાને ઈન્ટવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, ઋતિકે પણ સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા.તો અહીં કંઈ બાબતની તકલીફ છે? ત્યારે તેને ઉત્તરમાં કહ્યું હતું કે, ત્તમે ફર્ક સાફ જોઈ શકો છો.
ત્યારે બીજી તરફ સુનૈનાએ એક ઈન્ટવ્યુમાં જણવ્યું હતું કે, તેના પરિવાર જનોએ તેની જિંદગી નર્ક બનાવી દીધી છે.તેણીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા એક મુસલમાન યુવક સાથે મુલાકાત થઇ હતી. તેના પિતાનું કહેવું છે કે, તે યુવક આંતકવાદી છે. આ વિવાદને લઈને તેના પિતાએ તેણી પર હાથ ઉઠાવ્યો હતો. સાથોસાથ રોજના ખર્ચના પૈસા પણ બંધ કરી દીધા હતા.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks