મનોરંજન

સેરોગેસી દ્વારા માતા બનેલી શિલ્પા શેટ્ટી ઉપર કંગના રાનૌતની બહેને લીધી આડે હાથ, વાંચો સમગ્ર મામલો

હાલમાં જ શિલ્પા શેટ્ટીએ એક પોસ્ટ કરી અને પોતે માતા બની છે એમ જણાવ્યું, તેના ઘરે દીકરી આવના સમાચાર શિલ્પાએ પોતે જ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી અને પોતાના ચાહકોને આપ્યા છે. શિલ્પા સેરોગેસી દ્વારા એક દીકરીની માતા બની છે ત્યારે બોલીવુડ અભિનેત્રી કંગના રાનૌતની બહેને ટ્વીટ કરીને તેના ઉપર નિશાન સાધ્યું છે.

Image Source

અભિનેત્રી કંગના રાનૌતની બહેન રંગોલી ચંદેલ અવાર નવાર બોલીવુડના સિતારાઓ ઉપર ટ્વીટ કરી અને કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે ત્યારે હવે શિલ્પાના સેરોગેસી દ્વારા માતા બનાવ ઉપર પણ તેને એક ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે અને તે ચર્ચામાં આવી રહી છે.

Image Source

રંગોલી ચંદેલે ટ્વીટમાં શિલ્પાનું નામ લીધા વિના જ તેને સલાહ આપી છે. સાથે જ સેરોગેસી દ્વારા બાળક મેળવવાને બદલે બાળકને દત્તક લેવાની સલાહ પણ આપી દીધી છે. તે પોતે પણ એક બાળકીને દત્તક લેવાની વાત તે ટ્વીટમાં કરી રહી છે.

રંગોલીએ બે ટ્વીટ કરી અને આ વાત જણાવી હતી જેમાં પહેલી ટ્વીટમાં તેને કહ્યું હતું કે ” મારો એક દીકરો છે અને મને બીજી એક દીકરીની પણ ઈચ્છા હતી માટે મેં અને મારા પતિએ બાળક દત્તક લેવાનું મન બનાવ્યું, હું બીજા યુગલોને પણ કહેવા માંગુ છું કે સેરોગેસીની જગ્યાએ બાળકને દત્તક લો, એ લોકોને પણ ઘર આપવાનો પ્રયત્ન કરો જો પહેલાથી જ આ દુનિયામાં છે અને તેમના વાલીઓ બનો.”

તો બીજી એક ટ્વીટ દ્વારા તેને જણાવ્યું હતું કે: ” મને મારી બહેને આ માટે પ્રેરિત કરી હતી, અજય (રંગોલીનો પતિ) અને મેં બધી જ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે અને આશા છે કે થોડા જ સમયમાં અમારી દીકરી અમારી પાસે હશે, કંગનાએ તેનું નામ ગંગા રાખ્યુ છે, એક બાળકને ઘર આપીને હું ખુબ જ ખુશ છું.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.