નશામાં ધૂત યુવતિઓએ કારના ઉડાવ્યા પરખચ્ચા, પોલિસની ફાડી વર્દી…રેંજ રોવર કાર વાળી છોકરીઓએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

અમીર બાપની લાડલી દીકરીએ દારૂ પીને લક્ઝુરિયસ કારથી મારી ટક્કર, પિતાની મોત, પત્ની-દીકરી-દીકરોની હાલત….

દેશભરમાં અવાર નવાર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર લોકો નશો કરી ડ્રાઇવ કરતા હોય છે અને તે બાદ તેઓ પોતે પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને બીજાને પણ અકસ્માતનો શિકાર બનાવતા હોય છે. હાલમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીની રેન્જ રોવર કાર રોડની બાજુમાં પાર્ક કરેલી લાલ રંગની કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. એક મહિલા અને બે બાળકો ઘાયલ થયા છે. આરોપ છે કે રેન્જ રોવર ચલાવતી યુવતી નશામાં હતી.

પરંતુ જ્યારે તેને મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે તેના પિતાના આગમન પહેલા કોઈપણ ટેસ્ટ કરાવવાની ના પાડી હતી અને હોબાળો મચાવ્યો હતો. હરિયાણાના અંબાલામાં દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર રેંજ રોવર કાર વાળી યુવતિનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર એક તેજ રેન્જ રોવરે પાછળથી એક કારને એટલી જોરથી ટક્કર મારી હતી કે કારના પરખચ્ચા ઉડી ગયા હતા.

કારમાં સવાર કાર ચાલકનું એટલે કે બાળકોના પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય માતા, દીકરો તેમજ દીકરી ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા. રેન્જ રોવરમાં સવાર યુવતીઓ નશામાં ધૂત હતી તેથી ત્યાં ઉભેલા લોકોએ યુવતીઓની કારને ઘેરી લીધી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતીઓએ મહિલા પોલીસકર્મીઓને માર માર્યો હતો અને તેમના યુનિફોર્મ પરની નેમ પ્લેટ પણ ઉખાડી નાખી હતી.

હાલ પોલીસે યુવતીઓને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.રેન્જ રોવરમાં સવાર બંને યુવતીઓ સાથે પોલીસ અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેણે હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવતીઓએ દારૂ પીધો હતો. જ્યાં સુધી તેમના માતા-પિતા અને વકીલ ન આવે ત્યાં સુધી યુવતીઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા અંબાલા કેન્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે છોકરીઓને પીસીઆરમાંથી નીચે ઉતારી અને મેડિકલ માટે અંદર હોસ્પિટલમાં લઈ ગયા.

અકસ્માતમાં ઘાયલ દીપ્તિએ જણાવ્યું કે તે તેના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. આજે તે દિલ્હીથી હિમાચલ પાલમપુર જઈ રહી હતી, ત્યારે હાઇવે પર મોહરા અનાજ બજાર પાસે કારની બાજુમાં મૂકીને શેરડીનો રસ પી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી એક તેજ રેન્જ રોવર આવીને તેની કારને સીધી ટક્કર મારી હતી. તેના પતિ મોહિત શર્માનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે તે અને તેની પુત્રી આરોહીને ઈજાઓ પહોંચી હતી. તેમનો 9 મહિનાનો પુત્ર આબાદ બચી ગયો હતો.

Shah Jina