સોશિયલ મીડિયા ઉપર હાલ અભિનેત્રી કરીના કપૂરની પ્રેગ્નેન્સીની ખબર ખુબ જ ચાલી રહી છે. બુધવારે સૈફ અલી ખાને કરીનાના પ્રેગ્નેટ હોવાના સમાચાર આપ્યા હતા. ત્યારબાદ કરીનાને પ્રેગ્નેસી માટે ઘણી શુભકામનાઓ અને ઘણા જ રિએક્શન આવી રહ્યા છે.

કરીનાની પ્રેગ્નેન્સી ઉપર તેનો પરિવાર પણ ખુબ જ ખુશ છે. તેના પિતા રણધીર કપૂરે પણ પોતાની ખુશી વ્યક્ત કરતા પોતાનું રિએક્શન આપ્યું હતું. તેમને બે બાળકો હોવા જોઈએ એવું પણ જણાવ્યું હતું.
View this post on Instagram
સૈફ અને કરીનાનું સ્ટેટમેન્ટ આવતા પહેલા કરીનાના પિતા રણધીર કપૂરને આ વિશે પૂછવામાં આવ્યું તો એ ખુબ જ ખુશ હતા. રણધીર કપૂરે જણાવ્યું કે “બંનેએ અત્યાર સુધી મને એ વાત નથી જણાવી. તે પહેલીવાર આ ખબર સાંભળી રહ્યા છે. આશા રાખું છું કે આ ખબર સાચી હોય . બે બાળકો તો થવા જ જોઈએ. કારણ કે એકબીજાનો સાથ આપી શકે.”
View this post on Instagram
આ વિષે કરીનાના પિતા રણધીર કપૂરે એમ પણ કહ્યું છે કે: “હું બહુ જ ખુશ છું, હું કરીનાને ક્યારનો કહી રહ્યો હતો કે તૈમુર સાથે રમવા માટે એક ભાઈ કે બહેનની જરૂર છે. અમે બધા બહુ જ ખુશ છીએ અને એ પ્રાર્થના કરીએ છીએ કે બહુ જ સ્વસ્થ અને ખુશહાલ બાળક જન્મે”

કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતાનું એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું છે કે: “અમને એ જણાવતા ખુશી થઇ રહી છે કે અમારા પરિવારમાં એક નવું મહેમાન જોડાઈ રહ્યું છે. અમારા બધા જ શુભચિંતકોની શુભકામનાઓ પ્રેમ અને સહયોગ માટે આભાર.”
It is Official! With their latest released statement, #SaifAliKhan and #KareenaKapoorKhan are expecting another lil’ one in their family pic.twitter.com/9TRw2xdxqq
— ETimes (@etimes) August 12, 2020
2018માં એક ચેટ શો ઉપર જયારે કરીનાને બીજા બાળક વિષે પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે કરીનાએ જવાબ આપ્યો હતો કે “બે વર્ષ પછી”. એ પ્રમાણે કરીના પોતાની વાતની ખુબ જ પાકી નીકળી. બે વર્ષ બાદ તેને ચાહકોને ખુશ ખબરી આપી જરૂર દીધી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.