ભાઈની મોતના 6 મહિના બાદ કરીના કપૂરના પિતાએ ખોલ્યું મોટું રહસ્ય, આખરે શું બન્યું હતું છેલ્લી રાત્રે રાજીવ કપૂર સાથે ?

સગા ભાઈની મોતના 6 મહિના પછી રણધીર કપૂરે કર્યો ખુલાસો, આખી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગઈ

બોલીવુડના અભિનેતા એવા રાજીવ કપૂરનું આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નિધન થઇ ગયું. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તેમના ભાઈ ઋષિ કપૂર અને રણધીર કપૂરની જેમ નામના તો ના મળીવી શક્યા પરંતુ કપૂર પરિવારનો દીકરો હોવાના કારણે તેમની પણ નામના લોકોમાં જોવા મળી હતી. રાજીવ કપૂરે “એક જાન હે હેમ” ફિલ્મ દ્વારા અભિનયમાં ડેબ્યુ કર્યું હતું.

રાજીવ કપૂરને રામ તેરી ગંગા મેલી દ્વારા ઓળખ મળી હતી. આ ઉપરાંત તેમને કેટલીક બીજી ફિલ્મોમાં પણ કામ કર્યા છે. હાલમાં જ રાજીવ કપૂરના ભાઈ અને કરીના કપૂરના પિતા રણધીર કપૂરે તેમના ભાઈ વિશેની કેટલીક વાતો જણાવી છે.

રણધીર કપૂરે પોતાના ભાઈ રાજીવ કપૂરના બૉલીવુડ કેરિયર વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, “રાજીવ કપૂર તેના જીવનના કેટલાક ખરાબ એપિસોડના કારણે તેમના કેરિયર ઉપર ફોક્સ ના કરી શક્યા.” રણધીર કપૂરે યાહૂ ઇન્ડિયા માટે લખ્યું છે કે, “રાજીવના લગ્ન સફળ ના રહ્યા અને ફક્ત બે વર્ષમાં તૂટી ગયા. તેમના જીવનમાં ઘણા ખરાબ ભાગ આવ્યા. જેનાથી તે ભટકી ગયા. રાજીવ છેલ્લે સુધી ફ્રસ્ટેટ થઇ ગયા હતા. જેના કારણે તેમને પોતાની પ્રોફેશન લાઈફ ઉપર ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું હતું.”

રણધીર કપૂરે રાજીવના નિધનની આગળની રાત્રે બનેલ ઘટના વિશે જણાવતા કહ્યું કે,  ” રાત્રે 2 વાગે તેમના રૂમની લાઈટ ચાલુ હતી. તે શરાબ પી રહ્યા હતા. મેં કહ્યું કે હવે પીવાનું બંધ કર અને ખાવાનું ખાઈને સુઈ જાવ. આજ મારી તેમની સાથે છેલ્લી વાત થઇ હતી. ત્યારબાદ હું મારા રૂમની અંદર ચાલ્યો ગયો હતો.”

તેમને જણાવ્યું કે, “સવારે નર્સ ભાગતી દોડતી મારી પાસે આવી અને મને જણાવ્યું કે ભાઈની તબિયત બહુ જ વધારે બગડી ગઈ છે અને તેમની પલ્સ સતત ઓછી થઇ રહી છે. અમે તેને તરત હોસ્પિટલ લઇ ગયા પરંતુ એકાદ કલાકમાં જ તે અમને છોડીને ચાલ્યા ગયા.”

તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરની મોત મોટાભાઈ ઋષિ કપૂરના નિધનના થોડા મહિના બાદ જ થઇ હતી. ઋષિ કપૂરને કેન્સર હતી. રણધીર કપૂરે એ વાત પણ માની હતી કે બધા જ ઋષિની હેલ્થને લઈને ખુબ જ ડરેલા પણ હતા. પરંતુ રાજીવ કપૂરની મોત માટે કોઈ તૈયાર નહોતું.

Niraj Patel