ખબર ફિલ્મી દુનિયા

રણધીર કપૂરની બર્થ ડે પાર્ટીમાં કરીના, આલિયા, રણબીર સહિત કપૂર પરિવાર થયો સામેલ, જુઓ તસવીરો

બેબી બંપ સાથે આ અંદાજમાં પાર્ટીમાં પહોંચી કરીના કપૂર, ચાલવામાં પણ પડી રહી છે અભિનેત્રીને તકલીફ

રણધીર કપૂર આજે તેમનો 74મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ અવસર પર 14 જાન્યુઆરીની મોડી રાત્રે કપૂર પરિવાર જોવા મળ્યો હતો

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, બબીતા કપૂર, કરિશ્મા કપૂર તેના બંને બાળકો સાથે, નીતૂ કપૂર તેમની દીકરી રિદ્ધિમા સાથે જોવા મળ્યા હતા.

Image source

રણધીર કપૂરના ઘરે બર્થ ડે પાર્ટીમાં કપૂર પરવાર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

Image source

આ પાર્ટીમાં કરીના કપૂર ખાન બેબી બંપ સાથે જોવા મળી હતી ગાડીમાંથી ઉતરતી વખતે જ એવું લાગી રહ્યુ હતુ કે તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે.

કરીના કપૂર પતિ સૈફ સાથે ગાડીમાંથી ઉતરતી જોવા મળી હતી. આ દરમિયાન કરીના પીળા અને લીલા કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ પાર્ટીમાં આલિયા તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સ્પોટ થઇ હતી. બંને મેચિગ કપડામાં જોવા મળ્યા હતા. આ બર્થ ડે પાર્ટીમાં ઘણા બોલિવુડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. તારા સુતારિયા અને આદર જૈન તેમજ તેમની સાથે ભાઇ અરમાન જૈન પણ સ્પોટ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Image source

કરીશ્મા કપૂર તેમના બાળકો સાથે અને તેમની માતા બબીતા કપૂર પણ આ પાર્ટી દરમિયાન સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

રણધીર કપૂર, સંજય કપૂર અને મહીપ કપૂર બ્લેક અને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા. કરીશ્મા કપૂર, સમીર કપૂર અને કિયાન સાથે પાર્ટીમાં જોવા મળી હતી. બધા જ રણધીર કપૂરની બર્થ ડેના આ અવસર પર સ્પોટ થયા હતા.

Image source

તમને જણાવી દઇએ કે, રણધીર કપૂરની આ બર્થ ડે પાર્ટીને કારણે તેમને ટ્રોલ કરવામાં પણ આવી રહ્યા છે. તેમના નાના ભાઇ રાજીવ કપૂરનું 6 દિવસ પહેલા જ એટલે કે 9 ફેબ્રઆરીના રોજ નિધ થયું છે. લોકો કપૂર પરિવારને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે કેે, તેમના ભાઇના નિધનને 10 દિવસ પણ થયા નથી અને તેઓ રણધીર કપૂરની બર્થ ડે પાર્ટી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)